DELHI INDIA

ખેડૂત આંદોલન વેગમાં: પોલીસ અને ખેડૂત વચ્ચે ઝપાઝપી, ઘણા પોલીસ કર્મી થયા ઘાયલ

ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઇ રહયું છે, ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડવાની શરૂઆત કરી દેતા પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી.

ખેડૂતોની ટ્રેક્ટર રેલી માર્ચ છેલ્લી ઘડીએ ખેડૂતોએ પોતાનો રૂટ બદલતા સંઘર્ષ થયો હતો. તેઓ આઉટર રિંગ રોડ તરફ આગળ વધતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.mગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોક્યા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ખેડૂત અન પોલીસના સંઘર્ષમાં અનેક પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી છે. તો કેટલાક વાહનોને પણ નુકસાન પહોચ્યું છે.

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નુએ કહ્યું કે, અમે દિલ્હી પોલીસના રૂટ પર નહીં પરંતુ પોતાના રૂટ પર રેલી કાઢીશું, ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *