INDIA MAHARASHTRA

પાંચ મહિનાની માસૂમ બાળકી બની એવી બીમારીનો શિકાર, જેના ઈલાજ માટે લગાવવું પડે છે કરોડોનું ઇન્જેક્શન-જાણો આ માસૂમની કહાની

આ કહાણી તીરા કામતની છે, તીરાની બિમારી જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે. છેલ્લા થોડા સમયથી તીરાને મુંબઇની હોસ્પિટલમાં ટાઇપ 1 બિમારીના કારણે દાખલ કરવામાં આવી છે. આ એક એવી બિમારી છે જેનાથી બાળકની જીવતા રહેવાની આશા વધીને 18 મહિના જ રહે છે.

જ્યારે ડૉક્ટરને બતાવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમારી આ બાળકી 6 મહિનાથી વધારે નહી જીવી શકે, આ સાંભળીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. કોઇના પણ શરીરમાં માંસપેશીઓને જીવંત રાખવા માટે એક ખાસ જીન્સની જરૂર પડતી હોય છે. આ જીન એવુ પ્રોટીન તૈયાર કરે છે જે માંસપેશીઓને જીવતી રાખે પરંતુ આ જીન તિરાના શરીરમાં છે જ નહી. આવા બાળકો કોઇના સહારા વગર ચાલી પણ શકતા નથી. બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને પછી મૃત્યુ.

આ બિમારી એક ખાસ પ્રકારના ઇન્જેક્શનથી જ ઠીક થઇ શકે છે. તીરાના પિતાએ કહ્યું કે 16 કરોડ રૂપિયા તેણે પોતાના જીવનમાં ક્યારેય જોયા નથી અને તે ક્રાઉડફંડિગ દ્વારા પૈસા એકઠા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તીરાના માતા પિતાએ ઇન્સ્ટા અને ફેસબૂક પર એક પેજ બનાવ્યું છે જ્યાં તેમણે પોતાની કહાણી શૅર કરી છે. જેના પર તે લોકો તીરાના સ્વાસ્થ્ય ની જાણકારી આપતા રહે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *