INDIA

અહીં બાળકોના કુતરાઓ સાથે કરાવવામાં આવે છે લગ્ન, આ પાછળનું કારણ પણ છે ખુબ રસપ્રદ

ઓરિસ્સાના મયૂરભંજ જીલ્લામાં હો જાતિના લોકોમાં એક પરંપરા અંધવિશ્વાસને કારણે ચાલી રહી છે. અહીં 2 બાળકોના લગ્ન કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા. જેની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે બાળકોને ઉપરના દાંત પહેલા આવ્યા હતા.

ઓરિસ્સાના આ સમુદાયના લોકોમાં બાળકોના ઉપરના દાંત પહેલા આવે તેને અશુભ માનવામાં આવે છે. તેથી બાળકોના લગ્ન કૂતરા સાથે કરાવવામાં આવે છે. છોકરો હોય તો તેના લગ્ન કૂતરી સાથે છોકરી હોય તો તેના લગ્ન ગલુડિયા સાથે કરવામા આવે છે.

ડેબેન ચતર અને નોરેન પૂર્તિએ અપશુકનને દૂર કરવા માટે પોતાના પૂર્વજોની પરંપરાનું પાલન કર્યું હતું. આ વિચિત્ર પરંપરા ઉત્તરાયણ અને શિવરાત્રિના તહેવારના વચગાળાના સમયમાં કરવામા આવે છે. આ સમુદાયમાં વિચિત્ર પરંપરા ઘણા દાયકાઓથી ચાલી રહી છે. આ લગ્નમાં ઘણા લોકો સામેલ થયા હતા. આ ઉપરાંત લગ્નની ધૂમધામથી ઉજવણી કરવામા આવી હતી.

મયૂરભંજના એસપીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જાગૃક્તા લાવવા માટે પહેલ કરવામા આવશે. ઓરિસ્સામાં કૂતરાની સાથે ઘણા સમુદાયમાં વૃક્ષો સાથે લગ્ન કરાવવાની પરંપરા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *