GUJARAT INDIA

રાજ્યમાં ફરી એક વાર ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં મોટો ફેરફાર, દરેક વાહનચલાકે આ જાણવું જરૂરી

ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્ય ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટેના નિયમોમાં ફેરફાર કરીને વાહનચાલકોને સરળતા કરી આપી છે. નવા નિયમ પ્રમાણે, હવે કોઈ પણ ડ્રાઈવર ઓટોમેટિક કારથી પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે આ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, RTO માં ફોર વ્હિલર વ્હીકલનું લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું.

આ અંગે અગ્રસચિવ સુનયના તોમરે કહ્યું કે, RTOમાં સેન્સર આધારિત ટ્રેકિંગ સિસ્ટમમાં આટોમેટિક કારથી ડ્રાઇવિંગ ટેસ્ટ માન્ય છે. તેમણે કહ્યું કે, ટ્રાફિક રૂલ્સ સંદર્ભે સર્જાયેલી અરાજકતા વચ્ચે વાહન વ્યવહાર વિભાગની અગાઉ હાઇલેવલ બેઠક મળી હતી. આ બેઠકમાં લાયસંસ, પીયુસી સહિત કામકાજ માટે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની તમામ ક્ષેત્રિય કચેરીઓ દરરોજ સવારે બે કલાક વહેલા કાર્યાન્વિત કરવા તેમજ રવિવારે પણ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.

ઓટોમેટિક કાર અને કારમાં રિવર્સ, પાર્કિંગ કેમરા ચાલુ રાખીને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે. તેમણે કહ્યં કે, આ ટેક્નોલોજી સેફ્ટી માટે છે. વારંવાર ટેસ્ટ આપવા ન આવે તો પ્રોસેસ ફીના નામે થતી તેની આવક ઘટે તેમ હોવાથી ઓટોમેટિક અને કેમરા આધારિત મોટરકારનો સ્વીકાર કરવામાં આવતો નહોતો. હવે કોઈ પણ અધિકારી કે એજન્સી તેનો ઇનકાર કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *