GUJARAT VADODARA

ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપતી સહિત એક માસૂમનું મોત-ઓમ શાંતિ લકીને શ્રદ્ધાંજલિ આપીએ

વડોદરા શહેરના બાયપાસ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી અને બાળકોને અડફેટે લેતા દંપતી અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ટ્રક ચાલક ભાગી રહેલો CCTVમાં દેખાયો હતો.

વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં જાંબુઆ બ્રિજ પર છાશવારે અકસ્માતો થતાં હોય છે. જેમાં આજે મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત અને તેઓની પત્ની બાઇક પર તેઓના 4 બાળકો સાથે ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી પોતાના ગામ તરફ જતા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા નઝીર ભલાવત, તેમના પત્ની અને 3 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *