GUJARAT INDIA

વહેલી સવારે અકસ્માતમાં ચાર લોકોના મોત-ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપીએ

આજે વહેલી સવારે મોરબીના માળિયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં રાજસ્થાનના ઉદેપુરથી આવેલા લોકો ભોગ બન્યા હતા. અકસ્માતના કારણે સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.

મળતી વિગત પ્રમાણે, માળીયા ફાટક નજીક વહેલી સવારે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધું હતું. જેમાં ચાર લોકોને કાળ ભેટી ગયો હતો. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ચારેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા.

ચારેય મૃતકો રાજસ્થાનના ઉદેપુરથી મોરબી આવ્યા હતા અને દિનેશ નામનો વ્યક્તિ તેમને તેડવા આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *