AHMEDABAD GUJARAT

ક્રેનની અડફેટે ચડી જતા યુવકનું થયુ મોત-ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપીએ

અમદાવાદ જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા-સાણંદ ચોકડી પાસે ક્રેનની અડફેટે રોડ ક્રોસ કરી રહેલ એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું જે અંગે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરખેજ-બગોદરા હાઈવે પર બાવળા-સાણંદ ચોકડી પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ક્રેનના ચાલકે રોડ ક્રોસ કરી રહેલ અંદાજે ૩૦ થી ૩૨ વર્ષના યુવકને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું. જ્યારે ક્રેન ચાલક અકસ્માત બાદ ક્રેન મુકી નાસી છુટયો હતો જે અંગેની જાણ થતાં આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં અને આ અંગે પોલીસને જાણ કરી હતી.

આથી બાવળા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી તેમજ પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ બચુભાઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ અંગે દાદનભાઈ વ્હોરાએ અજાણ્યા ક્રેનચાલક સામે બાવળા પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *