INDIA

પાટડીના માલવણમાં વધુ પાંચ ચકલીઓના મૃતદેહ મળ્યા-ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

સમગ્ર રાજ્યમાં એક તરફ બર્ડફલુએ પગ પેસારો કર્યો છે અને લોકોમાં દહેશત જોવા મળી રહી છે ત્યારે પાટડી તાલુકાના માલવણ ગામમાં આવેલ અનુ.જાતી વાસમાં આવેલ એક ઝાડ પરથી ૩ ચકલીઓ મૃત હાલતમાં મળી આવી હતી.

જેને જોતા સ્થાનિક રહિશોએ આ ચકલીઓને ઉપાડીને કચરામાં નાંખી દીધી હતી પરંતુ બીજે દિવસે સવારે પણ ઝાડની નીચે પ ચકલીઓ મૃત હાલતમાં મળી આવતાં સ્થાનિ રહિશોમાં બર્ડફલુને કારણે ચકલીઓના મોત નીપજ્યાં હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું.

આથી આ અંગે બજાણા વન વિભાગને જાણ કરતાં બજાણા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ મૃત ચકલીઓનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આપવામાં આવી હતી જ્યારે સુત્રોના જણાવ્યા મુજબ બજાણા વન વિભાગમાં વેટરનીરી ડોક્ટરની જગ્યા ખાલી પડી છે હાલમાં ધ્રાંગધ્રા વેટરનરી ચાર્જમાં હોય આ મૃત ચકલીઓને ધ્રાંગધ્રા ખાતે મોકલી આપવામાં આવી છે જેનો રીપોર્ટ આવ્યા બાદ જ મરવાનું સાચું કારણ બહાર આવશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *