Rashifal

આજે શુક્રવાર, આ રાશિના લોકોને મળશે સારા સમાચાર-જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષઃ- કોઇની પ્રેરણા, આશીર્વાદ દ્વારા કોઇ વિજય પ્રાપ્ત કરશો. અન્યની મદદમાં પણ તમારો સમય પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે ભેટનું આદાન-પ્રદાન થશે. આવક અને ખર્ચ સમાન રહેશે. જે કામની પાછળ પડી જશો તેને પ્રાપ્ત કરીને જ રહેશો. ધ્યાન રાખો કે તમને કોઇ ખરીદદારીમાં દગો મળી શકે છે. જેના કારણે તમારું ખૂબ જ નુકસાન થવાની સંભાવના છે. આળસની સ્થિતિ પણ રહેશે. બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.

વૃષભઃ- સમયે ઘરના રિનોવેશન કે સુધારને લગતાં કાર્યોની યોજના બનશે. તમે બધા જ કામ સરળ અને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ પણ રહેશો. સમય હાસ્ય અને સુખમાં પસાર થશે. રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે. કોઇ વ્યક્તિ તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. સહનશક્તિની પણ ખામી રહેશે. સાવધાન રહો તમારી કોઇ ગુપ્ત વાત જાહેર થઇ શકે છે. બેકારના કાર્યોમાં ખર્ચની સ્થિતિ રહેશે. તણાવના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે.

મિથુનઃ- અન્યની વાતો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ તમારા મનની વાત ઉપર વિશ્વાસ કરો, તેનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે. કોઇ મોટું કામ પૂર્ણ થઇ જવાથી પ્રસન્નતા મળશે. કોઇ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવાથી તમને યોગ્ય શ્રેય પ્રાપ્ત થશે. ક્યારેક તમારી તીખી વાણી કોઇને ઠેસ પહોંચાડી શકે છે. તમારા સ્વભાવમાં ચીડિયાપણું ન લાવો. કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ સમયે વડીલ કે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે.

કર્કઃ- પારિવારિક મામલાઓને લઇને થોડી ચિંતા હાવી થઇ શકે છે. તમે તમારી યોગ્યતા દ્વારા તેનું નિરાકરણ પણ શાંતિથી કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલાં કાર્યોનું યોગ્ય પરિણામ તમને મળી શકશે. ધનલાભની યોગ્ય સંભાવના છે. મોજ મસ્તીમાં તમારા વ્યક્તિત્વનું પણ ધ્યાન રાખો તથા જોશમાં હોશ ન ગુમાવશો. પાડોસી તમારી ઉન્નતિથી ઇર્ષ્યા કરી શકે છે. ઘરમા મહેમાનોના અચાનક આવી જવાથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.

સિંહઃ- કોઇ વડીલ વ્યક્તિની પ્રેરણા અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. ઉધાર આપેલા કે ફસાયેલાં રૂપિયા વસૂલ થશે. યોજનાઓ જે ઘણાં સમયથી અટવાયેલી હતી તેને ગતિ આપવાનો યોગ્ય સમય છે. સામાજિક કાર્યોને પણ તમારી જવાબદારી સમજીને પૂર્ણ કરશો. કોઇ સંબંધીને લગતાં દુઃખદ સમાચાર મળવાથી તમારી કાર્ય ક્ષમતા ઉપર પ્રભાવ પડી શકે છે. તણાવ અને ચીડિયાપણું તમારા ઉપર હાવી થવા દેશો નહીં. નાણાકીય નુકસાન થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.

કન્યાઃ- થોડા નવા કાર્યોને લઇને તમારા ઉપર વધારે ભાર રહેશે. યોજનાબદ્ધ રીતે તમે કોઇ વિશેષ કામને પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. આર્થિક પક્ષ ખૂબ જ સંતોષજનક રહેશે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવાથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે. જમીન-જાયદાદને લગતા મામલે થોડું નુકસાન કે ઝંઝટના યોગ બની રહ્યા છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. ભાવનાઓમાં આવીને કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

તુલાઃ- ફોન કે ઈમેલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. રાજનૈતિક ક્ષેત્રમાં પણ પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સંપર્કોની સીમા વધશે. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધા અને પ્રતિયોગિતિમાં સફળતા મળશે. કોઇ વ્યક્તિગત ચિંતા રહી શકે છે. જેના કારણે તમે પોતાને અસહાય અને એકલા અનુભવ કરશો. થોડી વસ્તુઓ માટે દેવુ પણ લેવું પડી શકે છે. તમારા જ લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વૃશ્ચિકઃ- આજે સારો દિવસ પસાર થશે. તમારી અંદર પોઝિટિવ ઊર્જા તમે અનુભવ કરશો. લક્ષ્યની પ્રાપ્તિ માટે કોશિશ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. આ સમયે કોઇ સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદનો અંત આવશે તથા સંબંધોમાં મધુરતા વધશે. આ વાતનું પણ ધ્યાન રાખો તે જે વ્યક્તિ ઉપર તમે વધારે વિશ્વાસ કરો છો તેની સાથે જ આજે મતભેદ થવાની સંભાવના છે. કોઇ કાગળિયા ઉપર સહી કરતા પહેલાં તે પેપર્સની યોગ્ય તપાસ કરી લો.

ધનઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને એકાગ્રતા તમને આગળ લઇ જશે. લોકો તમારી યોગ્યતા પ્રત્યે આકર્ષિત થશે. ખાલી સમયનો ઉપયોગ તમે તમારા કોઇ રસના કાર્યો તથા સાહિત્ય વાંચવામાં પસાર કરશો. આ સમયે ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે. કોઇપણ નિર્ણય ખૂબ જ સમજીવિચારીને લો. જમીનના મામલે પણ થોડું નુકસાન થવાની સંભાવના બની રહી છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. તમારી યોજનાઓ વચ્ચે જ અટકી શકે છે.

મકરઃ- આ સમયે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી.તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને કોઇ અનુભવી વ્યક્તિના સ્નેહ અને સાનિધ્યથી દિવસને યોગ્ય બનાવી લેશો. ઘર સાથે જોડાયેલાં થોડા મામલે થોડો સમય પસાર થશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમે તન અને મનથી પ્રફુલ્લિત રહેશો. આર્થિક રોકાણને લગતા નિર્ણયો સમજી-વિચારીને લો. શક્ય હોય તો હાલ તેને ટાળી દો. ભવિષ્યને લગતી કોઇપણ યોજના બનાવતી સમયે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો. મનમાં કોઇ વાતને લઇને નિરાશા અને નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે.

કુંભઃ- આજે જમીન-મિલકત, વાહન વગેરેને લગતી અનેક સમસ્યાઓનો ઉકેલ આવી જશે. અન્યની સમસ્યાઓનો ઉકેલવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તમારી યોગ્યતા અને કોઇ અધિકારી કે સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. સોશિયલ મીડિયા, વ્હોટએપ વગેરેનો ઉપયોગ કરતી સમયે સાવધાની જાળવો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો નહીંતર તમે મુશ્કેલીમાં પડી શકશો.

મીનઃ- આજે કોશિશ અને મનોરંજનમાં વધારે સમય પસાર થશે. જેનાથી રોજિંદાના તણાવથી સુકૂન મળશે. પરિવારની વ્યવસ્થા જાળવી રાખવામાં ઘરના બધા સભ્યોએ મળીને યોજનાઓ બનાવવી. જૂની મધુર વાતોને યાદ કરીને સુખમાં વધારો થશે. બપોર પછી કોઇ કામ ખરાબ થઇ શકે છે. બાળકોની સંગત અને ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. આ સમયે આર્થિક ખેંચતાણની સ્થિતિ પણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *