DELHI INDIA

હાલ દિલ્લીમાં ચાલી રહેલા કૃષિ આંદોલનને પરિણામે ભાજપને લાગ્યો મોટો ઝટકો-જાણો વિગતે

હરિયાણાના ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય સંસદીય સચિવ રામપાલ માજરા એ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા દર્શાવવા પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આ કાયદાઓનો વિરોધ કરનારા.

ખેડૂતોની સાથે સંપૂર્ણ રીતે ઉભો છું.આ કાયદા માત્ર ખેડૂત વિરોધી નથી પરંતુ તેનો અમલ કરવામાં આવે તો તેના સમાજના અન્ય વર્ગ પર પણ વિપરિત અસર પડે શકે છે.ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા એવા માજરા એ આઇએનએલડી છોડીને 2019 માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા.

તેઓએ કહ્યું કે એમ એસ પી અંગેની આશંકાઓ નિરાધાર નથી. કેન્દ્ર સરકારના નવા કાયદાઓ અંગે નો વિરોધ હજુ પણ યથાવત છે. કાયદાઓ રદ કરવા પર અડગ રહેનારા ખેડૂતો આ મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇની ઘોષણા કરી છે. આ માટે દિલ્હીની સરહદો પર છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *