Rashifal

આજે રવિવાર, આ 4 રાશિના લોકોને મળશે શુભ સમાચાર-જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા પારિવારિક વાતાવરણમાં તમારું સન્માન અને સ્ટેટસ વધશે. જોકે, સમયની ગતિ થોડી નબળી છે પરંતુ કોઇપણ પ્રકારે તમે તમારું કામ કઢાવી શકશો. લોક કલ્યાણ તથા સમાજનાં કાર્યોમાં તમારો થોડો ખર્ચ વધશે.

નેગેટિવઃ- કોઇ કામના કારણે તમારા કામકાજમાં કોઇ મુંઝવણ આવી શકે છે, જેના કારણે તમારો મૂડ ઓફ રહેશે. કોઇ પણ કામ ખૂબ જ સમજી-વિચારીને કરો, નહીંતર નુકસાન થઇ શકે છે. તમારું મગજ પણ થોડું શાંત રાખો.

વૃષભઃ-

પોઝિટિવઃ- જૂના સંબંધમાં સુધાર આવશે તથા નવા-નાવ લોકો સાથે સંપર્ક પણ સ્થાપિત થશે. બાળકોના સુંદર ભવિષ્યની કોઇ યોજના અને પ્લાનિંગ સફળ રહેશે. હૃદયની જગ્યાએ દિમાગથી કામ લો. તમે અશક્ય કાર્યને પણ સરળતાથી પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. નહીંતર તમારી બધી યોજનાઓ અને પ્લાનિંગ અટકી જશે. કોઇ અપ્રિય કે અશુભ સૂચના મળવાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે.

મિથુનઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિક લોકોના સાનિધ્યમાં રહેવાથી તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે. તમે તમારી આસપાસ થતાં ખોટા કાર્યોને દૂર કરવાની કોશિશ કરશો. ઘરમાં કોઇ માંગલિક કે ધાર્મિક આયોજનની પણ યોજના બનશે. આર્થિક ઉન્નતિ માટે કરેલી કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તે લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો કેમ કે, આ સમય સંયમ અને ધૈર્યથી કામ લેવાનો છે.

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ખૂબ જ ગંભીરતાથી અને સમજી-વિચારીને જ નિર્ણય લેવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારી પ્રતિભા અને યોગ્યતા દ્વારા તમારાં કાર્યોને સંપૂર્ણ ગંભીરતા અને સાદગી સાથે અંજામ આપશો. અચાનક જ કોઇ જૂના મિત્રને મળવાનું થઇ શકે છે. કોઇ ખાસ વિષય અંગે નોલેજ લેવામાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- થોડા ગુંચવાયેલાં મામલાઓ રહેશે. હૃદયની જગ્યાએ દિમાગનો અવાજ સાંભળવો. જોકે, થોડા વિરોધી લોકો તમારી માટે પરેશાની ઊભી કરશે. પરંતુ તેમને સફળતા મળી શકશે નહીં. વાદ-વિવાદની કોઇ સ્થિતિ બને ત્યારે તમે સંયમ ગુમાવશો નહીં.

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇપણ પારિવારિક વિવાદ કોઇની દખલથી ઉકેલાઇ જશે. માત્ર તમારી વાતો અને વાણી ઉપર સંયમ રાખો. રચનાત્મક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર પણ વ્યસ્તતા બની રહેશે. કોઇ જગ્યાએથી શુભ સમાચારની પ્રાપ્તિ શક્ય છે.

નેગેટિવઃ- આર્થિક મામલે સંપૂર્ણ સાવધાની તથા વિવેકથી કામ લેવું. આ સમયે વિરોધી તમને નુકસાન પહોંચાડી શકે છે. અયોગ્ય અને બે નંબરના કાર્યોથી દૂર રહો નહીંતર તમે મુશ્કેલીમાં પડી શકો છો. તમારા કોઇ કામની આલોચના કે નિંદા પણ થઇ શકે છે.

કન્યાઃ-

પોઝિટિવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે અંગત સંબંધોમાં મીઠાશ જાળવી રાખશો. તમારો મોટાભાગનો સમય પરિવાર અને મિત્રો સાથે મનોરંજનનાં કાર્યોમાં પસાર થઇ શકશે. થોડાં નવાં કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. માનસિક શાંતિ જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- કોઇ જૂના મામલાને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. ગુસ્સા અને આવેશમાં આવવાથી નુકસાનદાયક સ્થિતિ રહેશે. ખરાબ આદત અને ખરાબ સંગતથી દૂર રહો. કોઇ સંબંધી સાથે કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી તમારી કાર્ય પ્રણાલી ઉપર અસર થઇ શકે છે.

તુલાઃ-

પોઝિટિવઃ- પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારી થશે. છેલ્લાં થોડા કડવા અનુભવોથી તમને ઘણું શીખવા મળશે. તેના પ્રમાણે તમે તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવો. તમારી પ્રતિભાના બળે તમે અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- ઉતાવળમાં આવીને કોઇપણ નિર્ણય ન લો. આ સમયે તમારી ઉપર ખોટો આરોપ પણ લાગી શકે છે. ભાઇઓ સાથે ચાલી રહેલા વિવાદોને એકબીજાની સમજણ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. ભાવનાઓના આવેશમાં આવશો નહીં તથા સમજી-વિચારીને ઠંડા દિમાગથી જ કાર્યને અંજામ આપો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના અભ્યાસ, કરિયર વગેરેમાં સફળતાના ઉત્તમ યોગ બની રહ્યા છે. તેમાં તમને કોઇ નવી તકનીકનું હુનર પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે આત્મમંથન અને આત્મ વિશ્લેષણનો છે. નિશ્ચિત જ તમે સમજદારી પૂર્ણ વ્યવહારથી નકારાત્મક પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરી શકશો.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્ન સંબંધોમાં અલગ થવાની સ્થિતિ બની શકે છે. ખોટા વાદ-વિવાદ અને તર્ક-વિતર્કથી બચવું. ખરાબ વ્યક્તિઓના ચક્કરમાં પડીને તમે તમારું પણ નુકસાન કરી શકો છો.

ધનઃ-

પોઝિટિવઃ- સમાજ સેવા તથા લોક કલ્યાણકારી કાર્યોમાં તમારો રસ વધશે. તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં પણ વધારો થશે. કોઇ અપરિચિત વ્યક્તિ સાથે તમને કોઇ સારી સલાહ મળી શકે છે. નવા કાર્યો પ્રત્યે પણ તમારી પ્રવૃત્તિ અને યોજનાઓ બનશે.

નેગેટિવઃ- લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. આ સમયે જો કોઇને રૂપિયા ઉધાર આપ્યાં છે તો તેના પાછા મળવાની આશા જોવા મળી રહી નથી.

મકરઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં વ્યસ્તતા રહેશે. છેલ્લા ઘણા સમયથી અટવાયેલાં કાર્યો થોડી કોશિશ દ્વારા જ પૂર્ણ થઇ જશે. કોઇ સંબંધીને લગતા કોઇ સુખદ સમાચાર પણ મળી શકે છે. પ્રોપર્ટી કે વાહનની ખરીદદારીને લગતા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિના વિશ્વાસના કારણે નુકસાન થઇ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે નહીંતર તેમનું પરિણામ ખરાબ આવી શકે છે. આ સમયે તમારે તમારા ખર્ચ ઉપર પણ કાપ મુકવો પડી શકે છે.

કુંભઃ-

પોઝિટિવઃ- મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. મોટા અધિકારીઓ સાથે સંબંધ તમને આગળ વધવામાં મદદગાર સાબિત થશે. તમારી દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવું તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. તમે તમારી સમજદારીથી કોઇ મુશ્કેલ કાર્યોમાંથી બહાર આવી જશો.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિ માટે મનમાં ગેરસમજ ઊભી થઇ શકે છે. એકબીજા સાથે ચર્ચા-વિચારણાં દ્વારા સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો. આ સમયે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય ખોટા સાબિત થઇ શકે છે. કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

મીનઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવાર તથા બાળકો સાથે જોડાયેલી જવાબદારીઓ સારું પરિણામ આપશે. ભાઇઓ સાથે સંબંધો વધારે ગાઢ બનશે. આકરી મહેનત અને સફળતા વચ્ચે પોતાને ખૂબ જ સક્રિય અને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લગતી પરેશાની થવાથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ક્યારેક તમે પોતાને ભાવનાત્મક તથા અધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાથી મહત્ત્વપૂર્ણ કાર્યો પ્રત્યે બેદરકારી કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *