ENTERTAINMENT SPORT

અનુષ્કા શર્માએ શેર કરી પોતાની દીકરીની પહેલી તસ્વીર-જાણો વિરુષકાએ દીકરીનું શું નામ રાખ્યું

અનુષ્કા અને વિરાટે પોતાની દીકરીની પહેલી તસવીરની સાથે સાથે તેનું નામ પણ શૅર કર્યું છે. બંનેએ પોતાની દીકરીનું નામ ‘વામિકા’ રાખ્યું છે. મમ્મી પપ્પા બનેલા અનુષ્કા અને વિરાટ કોહલીએ મિડીયાને અપીલ કરી હતી કે તેમની દીકરીની તસવીર લેવાનો પ્રયત્ન ન કરો. સમય આવે અમે જાતે જ તમારી સાથે તેની તસવીર શૅર કરીશું. હવે નામની સાથે સાથે અનુષ્કાએ તેની દીકરીની તસવીર પણ શૅર કરી દીધી છે.

વિરાટે કહ્યું કે, અમને બંનેને જણાવતા ખુશી થાય છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારુ આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે.

આ વાતથી કોહલી અને અનુષ્કાના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. લોકો વિરાટ અને અનુષ્કાને કોન્ગ્રેચ્યુલેશન્સ કહી રહ્યાં છે. દીકરીના જન્મ પહેલા અનુષ્કા અને વિરાટ રેગ્યુલર ચેક-અપ માટે સાથે દેખાતા હતા. ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિરાટે પેટરનીટિ લીવ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *