GUJARAT INDIA

વાલી ના લાભ માં ફી નિયમન કમિટી નો મોટો નિર્ણય ,આ શાળા ઓ ભરેલી ફી પછી આપશે..

વડોદરામાં ફી નિયમન કમિટીએ વાલીઓ તરફ એક નિર્ણય કર્યો છે. શહેરની નામાંકિત બે શાળાને ફી મામલે આદેશ કરી દેવાયા છે. વિદ્યાર્થીઓને ફી પરત કરવાનો નિર્ણય કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સંત કબીર અને ગ્લોબલ ડિસ્કવરી શાળાનો સમાવેશ થાય છે. આ બંને શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને અત્યાર સુધી વસૂલેલી વધારાની ફી પરત કરવી પડશે.

ફી નિયમન કમિટીના નિર્ણય બાદ સંતકબીર સ્કૂલને 26,16,650 રૂપિયા ફી પરત કરવા આદેશ કરાયો છે. તો ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ને 36.99 લાખ રૂપિયા પરત કરવા આદેશ થયા છે. જોવામાં આવે તો ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલની છે. વાલીઓની ફરિયાદના આધારે ફી નિયમન કમિટીએ આદેશ કર્યો છે. ફી નિયમન કમિટીના સભ્ય કેયુર રોકડીયાએ આ અંગેની માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *