INDIA RAJKOT

આતે કેવો શોખ ‘ રાજકોટ ના રાજા ‘ ગીત બનાવવા માટે 2 યુવાનો એ રસ્તા પર કાર ઊભી રાખી ડાન્સ કર્યો

રાજકોટના કાલાવડ રોડ પર રસ્તાની વચ્ચોવચ કાર ઊભી રાખી ગીતનું શૂટિંગ કરતો વીડિયો વાઇરલ થતાં પોલીસે બે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. અઢીવર્ષ પહેલા આ વીડિયો બનાવ્યાનું ખુલ્યું હતું.

કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે રાત્રીના સમયે સતત વાહનોની આવનજાવન થઇ રહી હતી ત્યારે એક કાર રસ્તા પર વચ્ચોવચ આડી રાખી બે યુવક નીચે ઉતરી ‘રાજકોટ કા રાજા’ નામનું ગીત ગાવા લાગે છે. બંને શખ્સ ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે ટ્રાફિકજામ પણ થઇ ગયાના દૃશ્યો જોવા મળતા હતા, આ વીડિયો વાઇરલ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમે કાલાવડ રોડ પરની પારિજાત સોસાયટીના બલરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.21) અને પ્રહલાદ પ્લોટના ભાવિન જિગ્નેશ ફિચડિયા (ઉ.વ.22)ને ઝડપી લીધા હતા. આ અંગે બંને યુવકોએ વીડિયો જાહેર કરી જનતાની માફી માંગી છે. આ વીડિયો રાજકોટના કાલાવડ રોડ પર બનાવ્યો હતો અને હવે આવી ભૂલ નહીં કરવાની પ્રજા અને પોલીસને ખાતરી આપી હતી.

વીડિયોને જોતા આ કાર જેગુઆર કંપનીની લાગી રહી છે. બાદમાં બંને યુવાન આ રીતે ડાન્સ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે રસ્તા વચ્ચે બંને યુવાન કાર ઉભી રાખતા જ ટ્રાફિકજામ થયો હતો અને લોકો પરેશાન બન્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *