GUJARAT INDIA

સલમાન ખાન થી નારાજ થઈ બબીતાજી ,જાણો શું છે સંપૂર્ણ મામલો

બબીતાજી બિગ બોસને રસથી ફોલો કરે છે
દેશનાં સૌથી મોટા રિયાલિટી શોને દરેક વ્યક્તિ ફોલો કરે છે, છેલ્લા ઘણાં વર્ષોમાં બિગ બોસે તેની આગવી ઓળખ બનાવી લીધી છે. એક સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી પણ આ શોમાં રસ દાખવે છે. જેમાંની એક સેલિબ્રિટી છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી. બબીતાજીનું કેરેક્ટર ભજવનાર મુનમુન દત્તા બિગ બોસને રસથી ફોલો કરે છે.

સલમાને રાખીનો બચાવ કર્યો
મુનમુન દત્તા બિગ બોસને લઈને એટલી નજીક છે કે તે આ શોમાં દરેક કન્ટેસ્ટન્ટ સાથે જોડાઈને આ શો જુએ છે. જ્યારથી સલમાન ખાને વિકેન્ડ કા વારમાં રાખી સાવંતનો બચાવ કર્યો અને અભિનવ પર સવાલ ઉભા કર્યા. જેથી બબીતાજી સલમાન ખાનથી નારાજ છે.

સોશિયલ મીડિયા પર મુનમુનને કોઈને ટ્વીટ કરીને મેકર્સને સવાલ પુછ્યા છે. તેમની નજરોમાં રાખી સાવંત જે પણ હરકતો કરે છે તેને એન્ટરટેઇનમેન્ટ ના કહી શકાય. મુનમુન મુજબ અભિનવ અને રુબીના ખાસો ધૈર્ય દાખવે છે. મુનમુને ટ્વીટમાં લખ્યું છે કે અભિનવ અને રુબીનાને જોઈને ખૂબ દુખ થાય છે. તેમને ઘણાં એપિસોડ્સથી નીચા દર્શાવવામાં આવે છે. સ્પષ્ટ દેખાય છે કે રાખીને લીધે અભિનવ સહેમી ગયો છે. પણ તેમ છતાં રાખીને વધારે કહેવામાં નથી આવ્યું. બધુ જ એન્ટરટેઇનમેન્ટ ના હોઈ શકે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

અભિનવની સામે રાખીને ડિફેન્ડ કરી
બીજી એક ટ્વીટમાં મુનમુને એ વાત પર જોર આપ્યું કે, ઘરમાં ફક્ત નિક્કી તંબોલી બદ્દતમીજ છે, પણ ઘણાં એવા સભ્ય છે જે તેનાથી વધારે બદ્દતમીજ છે. મુનમુને વિકાસ ગુપ્તા અને રાહુલ વૈદ્ય પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેમકે બંનેએ અભિનવની સામે રાખીને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *