GUJARAT INDIA Uncategorized

ટીમ ઇન્ડિયાના આ ગુજરાતી ક્રિકેટર એ કર્યા લગ્ન,કોઈ ને ખબર પણ ના પડી – જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ગત રાત્રે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતું.જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ શેર કર્યા હતા.

લગ્ન માટે બંનેના પરિવારજનો બે દિવસ પહેલાં જ આણંદમાં આવી ગયા હતા. સોમવાર રાત્રે સંગીત સેરેમની યોજાઈ હતી.રિસોર્ટમાં વરઘોડો પણ નીકળ્યો હતો. જેમાં પરિવારજનોએ ડાંસ કર્યો હતો.ઉનડકટે 15 માર્ચ, 2020ના રોજ સગાઇ કરી હતી. પરંતુ લગ્નની તારીખ સીક્રેટ રાખી હતી. સગાઇના બે દિવસ પહેલા જ તેણે રણજીમાં સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *