AHMEDABAD GUJARAT INDIA

અમદાવાદ માં સમોસા ની દુકાન માં લાગી ભીષણ આગ ,8 ફાયર બ્રિગેડ ની ગાડી ઓ દોડતી થઈ અને પછી…….

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાઈફ કેર હોસ્પિટલની બાજુના એક કોમ્પલેક્સમાં સ્થિત મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી

આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આગની ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચારો મળ્યાં નથી. ફાયર બ્રિગેડની ટીમે ફસાઈ ગયેલા આઠ લોકોને રેસ્ક્યૂ કર્યાં હતાં. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિંટને લીધે આગ લાગી હતી.કોમ્પલેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો

દીધી હતી અને આગ પર કાબુ પણ મેળવી લીધો હતો. કોમ્પલેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *