GUJARAT INDIA

જ્યારે વિદેશ સેલિબ્રિટી એ ખેડૂત આંદોલન ને લઈને ટ્વીટ કર્યું તો અમિત શાહે તેની પ્રતિક્રિયા આપતા કહ્યું કઈક આવું …….

ભારતનું ભવિષ્ય પ્રોપગેન્ડા નહીં, પરંતુ પ્રગતિ નક્કી કરશે. ભારત પ્રગતિને પામવા એકીકૃત બનીને રહેશે. પોપ સિંગર રિહાન્ના પછી, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભાણી અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ જેવી ઘણી ઇન્ટરનેશનલ સેલેબ્સ સહિત ઘણા લોકોએ ખેડૂતોના પ્રદર્શનને ટેકો આપ્યો છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું. તેમણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના નિવેદનને ટાંક્યું છે કે કોઈ પણ પ્રોપગેંડા દેશની એકતાને નબળી નહીં પાડી શકે, કોઈ પણ અપપ્રચાર દેશને નવી ઊંચાઈએ જતા રોકી શકશે નહીં.

વિદેશ મંત્રાલયે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ” અમારી કામગીરી અંગે ઉતાવળ ટિપ્પણી કરતા પહેલા તથ્યોની તપાસ થવી જોઈએ.” મહત્વનું છે કે વિદેશ મંત્રાલયે આ મામલે એક વિસ્તૃત નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી.

મંગળવારે આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાન્નાએ ટ્વિટર પર એક સમાચાર શેર કરતાં લખ્યું કે, “આપણે આ વિશે શા માટે વાત નથી કરી રહ્યા?” જેમાં તેણે ખેડૂત આંદોલનની એક ખબરને શેર કરી હતી, તે જ સમયે જાણીતી પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ આ મામલે ખેડૂતોનું સમર્થન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *