GUJARAT INDIA

KGF ના ચાહકો એ મોદી ને લખી ચીઠ્ઠી કહ્યું કે ફિલ્મ રિલીઝ થાય એ દિવસે જાહેર રજા રાખવામાં આવે – અને પછી..

ફિલ્મ ‘KGF 2’ 16 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. જ્યારથી આ ફિલ્મ અનાઉન્સ થઇ છે ત્યારથી સોશિયલ મીડિયા પર યશના ફેન્સે ‘KGF 2’ના રિલીઝ દિવસને નેશનલ હોલિડે જાહેર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે.

ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે અને સાથે જ ફિલ્મમાં લીડ રોલમાં યશ અને સંજય દત્ત જોવા મળશે.

ફેન્સે પીએમ મોદીને ચિઠ્ઠી લખી
ફેન્સ દ્વારા પીએમને લખેલી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે જેમાં લખ્યું છે, ‘જેમ કે આપણે બધા જાણીએ છીએ કે KGF 2 ફિલ્મ 16 જુલાઈ, 2021ના રોજ રિલીઝ થઇ રહી છે. લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માટે અમે તમને અપીલ કરીએ છીએ કે તે દિવસે નેશનલ હોલિડે જાહેર કરી દો. અમારી ભાવનાઓ સમજવાનો પ્રયાસ કરો.

આ માત્ર એક ફિલ્મ નથી આ અમારી ભાવના છે.’ KGF 2 એક પેન ઇન્ડિયા પ્રોજેક્ટ છે કારણકે આ હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે. આ રોકી (યશ)ની સ્ટોરી છે જે ગરીબીમાંથી ઊભો થઈને સોનાની ખીણનો રાજા બની જાય છે. ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત અને રવીના ટંડન, અનંત નાગ, નાગભરણ, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ, અચ્યુત કુમાર અને અર્ચના જોઈસ પણ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *