INDIA

ખેડૂત આંદોલન ને લઇ ને સલમાન ખાન પણ ચૂપ નો રહી સક્યા-જાણો સલમાન ખાને કોનો પક્ષ લીધો

સોશિયલ મીડિયા પર દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે અને હવે જ્યારે હોલિવૂડના સેલેબ્સે ખેડૂતોના હક માટે આગળ આવ્યા તો બોલિવૂડ સેલેબ્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.ખેડૂત આંદોલનનો પડઘો હવે રસ્તાઓ સુધી જ સીમિત નથી રહ્યો પરંતુ

રિહાના, મિયા ખલીફા સહિત ઘણાં હોલિવૂડ સેલેબ્સેના ટ્વિટ્સ બાદ અક્ષય કુમાર, લતા મંગેશકર, સુનિલ શેટ્ટી, અજય દેવગણ, કંગના રનૌત સહિતના ઘણાં સેલેબ્સે દેશની એકતા જાળવી રાખવા અને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવનારાઓથી બચીને રહેવાનું કહ્યું. પરંતુ બોલિવૂડના ત્રણ ખાન આ મામલે અત્યાર સુધી મૌન રહ્યા હતા. જોકે, હવે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને મુંબઈમાં એક મ્યુઝિક શોના લોન્ચ દરમિયાન ખેડૂતોના વિરોધ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને આ સવાલનો જવાબ ખૂબ જ સંતુલિત અંદાજમાં આપ્યો. તેણે કહ્યું કે યોગ્ય કામ કરવું જોઈએ. સાચી વાત કહેવી જોઈએ અને સૌથી નેક કામ કરવું જોઈએ. આ મુદ્દે સલમાન ખાને ખૂબ જ સલામત રીતે જવાબ આપ્યો હતો અને ખેડૂત આંદોલનના મુદ્દે ખાસ કંઈ કહ્યું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *