AHMEDABAD GUJARAT

ભાજપ માં મહિલા કાર્યકર ને ટિકિટ ના મળતા ફોન કરી ને કહ્યું ‘ તમે મારી ટિકિટ કપાવી છે,હું તમારા ઘરે આવી આપઘાત કરીશ,હું કઈ તમારી પથારી ગરમ કરવા વાલી નથી .

ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાઇ જતાં તેણે ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલને ફોન કરેલા આક્ષેપો અક્ષરશઃ અહીં મૂક્યા છે.
મહિલા – સાહેબ મુક્તાબેન મિસ્ત્રી બોલું
સુરેન્દ્ર પટેલ – બોલો
મહિલા – સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું ને પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને. એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો…
સુરેન્દ્ર પટેલ – એવું ભાઇ. તમારી પાસેની માહિતી ખોટી છે બહેન
મહિલા – માહિતી ખોટી નથી. સાચી માહિતી છે. હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવું છું અને નામ તમારું લખીશ, સુરેન્દ્રકાકા.
સુરેન્દ્ર પટેલ – તમારે આ રીતે વાત નહીં કરવાની
મહિલા – સાહેબ હું તમારા ત્યાં આવું છું.
સુરેન્દ્ર પટેલ – હાલ મારી વાત સાંભળ બેન હમણાં તો બહાર છું. મારી ઓફિસે આવજે.
મહિલા – મારી ટિકિટ તમે જ કાપી છે, યાદ રાખજો મને તમારી બધી ખબર છે.
સુરેન્દ્ર પટેલ – મારી વાત સાંભળ તું શાંતિથી આવજે તને સમજાવીશ.
મહિલા – મને અત્યારે મારી ટિકિટ જોઇએ. તમે મને ઓળખો છો, તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઇ રીતે કાપી. હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી.
સુરેન્દ્ર પટેલ – મેં કાપી જ નથી તું ખોટી વાત કરે છે.
મહિલા – તમે કઇ રીતે કહી શકો કે નથી કાપી. સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો
સુરેન્દ્ર પટેલ – મેં નહીં પ્રમુખે કાપી છે.
મહિલા – કયા પ્રમુખે.
સુરેન્દ્ર પટેલ – શહેર પ્રમુખે.
મહિલા – શહેર પ્રમુખ જગદીશ પંચાલ કહે છે મેં નથી કાપી.
સુરેન્દ્ર પટેલ – શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને આઇ કે જાડેજાએ કાપી છે. મારું નામ ન દેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *