INDIA

ઉત્તરાખંડ માં તબાહી એ મચાવ્યો કહેર,વાઇરલ થઇ રહ્યા છે તબાહી ના વિડિયો – જુઓ વિડિયો

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહી થઇ છે. રેણી ગામ નજીક ગ્લેશિયર તૂટી જવાથી ભારે જાનમાલનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી માટે ઘટના સ્થળે ITBP અને SDRFની ટીમો પહોંચી ગઈ છે. હરિદ્વાર, ઋષિકેષ સહિતના પડોશી રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કુદરતના કહેરના સમાચાર મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તબાહીના વીડિયો વાયરલ થયા હતા. પાણીના પ્રવાહનો અંદાજ લગાવી શકાય છે કે વચ્ચે આવતા પુલ, રસ્તા અને મકાનો તેનાથી બચી શક્ય નથી. રાજ્યના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામા આવી રહી છે. તેમણે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને અફવાઓ ન ફેલાવવાની અપીલ પણ કરી છે.

જ્યારે, ઉત્તર પ્રદેશમાં પણ ગંગાના કાંઠે વસેલા શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિજનોર, કન્નૌજ, ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિરઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાજીપુર અને વારાણસી જેવા અનેક જિલ્લાઓમાં ડીએમને પરિસ્થિતિ પર નજર બનાવી રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *