SPORT

શું વાત છે icc નાં નવા રેકોર્ડમાં રિષભ પંતે બાજી મારી જો રૂટ નું પણ પત્તું કાપી નાખ્યું – જાણો વિગતે

આઈસીસીએ પહેલીવાર મહિનામાં સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે પુરસ્કારની શરુઆત કરી છે. જેમાં આઈસીસીએ જાન્યુઆરી મહિના માટે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટ અને આયર્લેન્ડનાં બેટ્સમેન પોલ સ્ટર્લિંગને નામાંકિત કર્યાં હતા.

આઈસીસીનાં આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં દર મહિને સારુ પર્ફોર્મન્સ કરનાર ખેલાડીને સન્માનિત કરવાનો છે. વિજેતાની પસંદગી માટે આઈસીસી ચાહકોને ઓનલાઇન વોટિંગ માટે આમંત્રિત કરવાની સાથે એક સ્વતંત્ર આઈસીસી વોટીંગ એકેડેમીને પણ સામેલ કરવામાં આવી છે. આ એકેડેમીમાં ખેલાડી, પત્રકાર અને પ્રસારક પણ સામેલ છે.

પૂરી વોટીંગ પ્રક્રિયામાં ઓનલાઇન વોટિંગનાં 10 ટકા અને એકેડેમીનાં 90 ટકા વોટ સામેલ કરવામાં આવે છે. રિષભ પંતની વાત કરવામાં આવે તો 23 વર્ષિય વિકેટકીપર બેટ્સમેને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં 97 રનની ઈનિંગ રમી અને બ્રિસબેનમાં તેણે નોટઆઉટ 89 રનની વિનિંગ ઈનિંગ માટે તેને નામાંકિત કરવામાં આવ્યો હતો. જ્યારે રુટને શ્રીલંકા સામેની સિરીઝમાં એક બેવડી સદી અને એક શતક લગાવવા માટે સામેલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *