INDIA SPORT

પૂર્વ કેપટન મહેન્દ્ર સિંધ ધોનીનો નવો અવતાર આવ્યો સામે….જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, આજકાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝન જીતવા માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઇને તેમના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરમાં મહેન્દ્ર સિંહ ધોની બૌદ્ધ સાધુ તરીકે જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે શું આઇપીએલ 2021 પહેલા ધોની માયાના સાંસારિક પ્રેમથી નિવૃત્ત થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshiisingh_r)

સોશિયલ મીડિયા પર આ ફોટો સાક્ષી નામના યુઝરે શેર કર્યો છે. આ ફોટામાં ધોની જંગલમાં બેઠો જોવા મળે છે. ફોટામાં મહેન્દ્રસિંહ ધોનીએ માથું મુંડ્યું છે. આ સિવાય તે બૌદ્ધ સાધુનો પહેરવેશ પહેરેલો જોવા મળે છે. જોકે, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે ધોનીએ માથું મુંડ્યું છે કે નહીં. કારણ કે આ ફોટો કોઈપણ જાહેરાત માટે પણ હોઈ શકે છે.

જણાવી દઈએ કે તાજેતરમાં મહેન્દ્રસિંહ ધોનીનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે ચેન્નાઈના કેપ્ટન ધોની નેટ પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે ફરી એક વખત આઈપીએલની 14 મી આવૃત્તિમાં બેટિંગ કરતા તેના પ્રેક્ષકોની વચ્ચે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *