SPORT

બુમરાહ એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી તો યુવરાજ સિંહે કરી દિધો ટ્રોલ-જાણી ને હોશ ઊડી જશે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. ફોટામાં બુમરાહ કંઈક વિચારેલો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે તેમની આ તસવીરનો આનંદ માણ્યો છે.

યુવરાજસિંહે બુમરાહના ફોટા પર લખ્યું છે કે પૂછા મરુન કે બ્રૂમ? ચાલો તમને જણાવી દઈએ કે જસપ્રિત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં રમશે નહીં. તેમણે વ્યક્તિગત કારણોસર બીસીસીઆઈ પાસેથી રજા માંગી હતી.

હવે એવી માહિતી બહાર આવી રહી છે કે બુમરાહ લગ્ન કરવા જઇ રહ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર બુમરાહે લગ્નની તૈયારીઓ માટે રજા માંગી હતી.

27 વર્ષીય બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બે મેચ રમી હતી, જેમાં તેણે 4 વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટ માટે તેને આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ, બુમરાહને ઇંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *