GUJARAT INDIA

પુત્ર ની અંતિમ ઈચ્છા અધૂરી રહી ગઇ,અકસ્માત પેહલા જ કીધું પપ્પા હવે આપડે પ્લેન માં જઈસુ-કૉમેન્ટ માં ઓમ શાંતિ લખીએ

પપ્પા, જહાજમાં તો બહુ મજા આવી, તમે મને ટ્રેનમાં પણ બેસાડ્યો, હવે પ્લેનમાં હજ પઢવા કયારે લઈ જશો તો પિતાએ કહ્યું, થોડા પૈસા ભેગા કરીએ પછી સાથે જઈશું. બસ, આટલી વાત કરી એટલામાં રસ્તામાં ઊભેલી હાઇવા ટ્રકમાં પિતાએ બાઇક ધકેલતાં પુત્રનું મોત થયું છે, જ્યારે દંપતીને ગંભીર ઈજા અને બે નાની દીકરીનો બચાવ થયો હતો. બાઇક પર દંપતી સહિત 5 જણ જતાં હતાં. વધુમાં બાઇકચાલક ઈરફાન હૈદર હુસૈન બુખારી ભાવનગરના મહુવામાં સાદર કોલોની સામે રહે છે.

એટલામાં રસ્તામાં હજીરા એનટીપીસી બ્રિજ પાસે ઊભેલી હાઈવા ટ્રકમાં પાછળથી બાઇક અથડાયું હતું, જેને કારણે દંપતી અને 6 વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જયાં 6 વર્ષના મોહંમદ મુનજીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક ધો-2માં મહુવા ખાતે ભણતો હતો. ઈચ્છાપોર પોલીસે ઈરફાનની ફરિયાદ લઈ હાઇવા ટ્રકના ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

શાળામાં હાલમાં 3 દિવસની છુટ્ટી હતી, જેથી પુત્રએ પિતાને કહ્યું પપ્પા, જહાજમાં ફરવા જવું છે. તમે તો જહાજમાં સુરત જાઓ છો, પણ અમને એકવાર લઈ જાઓ, આથી પિતા ઘોઘાથી જહાજમાં પરિવાર સાથે સાંજે હઝીરા આવ્યા હતા. સુરત આવી સંબંધીને ત્યાંથી બસમાં સેલવાસમાં દરગાહ પર જવાના હતા, પરંતુ એ પહેલાં જ અકસ્માત નડી ગયો હતો. રાત્રિનો સમય હોય ઉપરથી ચાલકે હાઇવા રસ્તાની વચ્ચે ઊભી રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *