AHMEDABAD GUJARAT

અચાનક જ AMTS-BRTS બંધ કરી દેતા જનતામાં રોષ, કરી દીધી આ માંગ

રાજ્યમાં ફરી એકવાર કોરોનાની લહેર શરૂ થઈ છે, જેમાં અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે નિર્ણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે.

ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ નિર્ણય ન લેવામાં આવ્યો. AMTS અને BRTS બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ 50 ટકા સાથે બસો ચાલુ રાખવી જોઈએ એવી માગ કરી છે. આજથી AMTS અને BRTS બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે.

AMTS બસમાં દરરોજ અપડાઉન કરતા હર્ષદભાઈ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાતે જ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે એને કારણે લોકો હેરાન થાય છે, આજે AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવતાં લોકોને હાલાકી પડી રહી છે. જેથી કોર્પોરેશને AMTS અને BRTS બસમાં 50 ટકા જ પેસેન્જર બેસાડી બસ સેવા ચાલુ રાખવી જોઈએ.

આજથી AMTS અને BRTS બંધ થતાં ગત માર્ચ મહિનામાં લોકડાઉનનો સમય લોકોને યાદ આવી ગયો હતો. તમામ AMTS અને BRTS બસો ડેપોમાં પાછી જોવા મળી હતી. બસોમાં મુસાફરી ફરી એકવાર બંધ થઈ જતાં મુસાફરો હેરાન થઈ રહ્યા છે.

12 Replies to “અચાનક જ AMTS-BRTS બંધ કરી દેતા જનતામાં રોષ, કરી દીધી આ માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *