GUJARAT

ધુળેટીના પર્વની ઉજવણીને લઈને લેવાયો મોટો નિર્ણય-નાયબ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

રાજ્યમાં ધુળેટીની ઊજવણી અને પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાએ ફરીથી માથું ઉચકતાં ઘણા બધા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, ‘ધાર્મિક રીતે હોળી દહન માટે મર્યાદિત લોકો એકત્ર થઈ શકે છે, પરંતુ હોળી રમવા માટે કોઈ પણ છૂટછાટ આપવામાં આવી નથી.

રાજ્યભરમાં કોરોના વાયરસના કેસોમાં જોરદાર ઉછાળો થતાં ત્યારે હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય સંજોગોમાં દેખરેખ રાખવામાં આવશે અને જરૂરિયાત પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ મને આશા અને વિશ્વાસ છે કે, ગુજરાતના બધા જ નાગરિકો, યુવાન-યુવતીઓ, ભાઈ-બહેનો જાગરૂક છે.

તેઓ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર માર્ગદર્શિકાનું પાલન કરશે. તેઓ હોળી નહીં ઉજવે અને ઉત્સવમાં ભેગા પણ થશે નહીં.’રવિવારે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 969 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 96.08%એ પહોંચ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ શનિવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 1565 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 969 દર્દીઓ સ્વસ્થ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *