Health

અનાજની કોઠીમાં સંતાયા હતા, ઢાંકણું બંધ થઈ જતા પાંચેય બાળકોના થયા દુઃખદ મોત-ઓમ શાંતિ લખી શ્રદ્ધાંજલિ આપીએ

રાજસ્થાનના બિકાનેરમાં રવિવારે શ્વાસ ગૂંગડાઈ જવાને લીધે પાંચ બાળકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકો પૈકી 4 બાળકો ભાઈ-બહેન છે. તમામ બાળકોની ઉંમર 8 વર્ષથી ઓછી હતી. ઘટનામાં બાળકો સંતાકુકડીની રમત રમી રહ્યા હતા. બાળકો સંતાવવા માટે ઘરમાં રાખવામાં આવેલી અનાજની કોઠી માં બંધ થઈ ગયા હતા.

ત્યારબાદ તેનું ઢાકણું ઓચિંતા જ બંધ થઈ ગયું હતુ. ગૂંગડાઈ જતા તમામ બાળકોના મૃત્યુ થયા હતા. 4 બાળકોની શોધમાં તેમના માતા-પિતા કોઠી પાસે પહોંચ્યા તો પાંચ બાળકોની લાશ જોઈ બેભાન થઈ ગયા હતા. ખેડૂત ભીયારામનો પરિવાર ખેતરમાં ગયો હતો. તે સમયે પાંચ બાળકો ઘરે એકલા હતા.

આ પૈકી ચાર ભીયારામના દિકરા-દિકરી હતા, જ્યારે એક પડોશીની ભત્રીજી હતી. ભીયારામનો દિકરો સેવારામ (4 વર્ષ) ઉપરાંત ત્રણ દિકરી રવિના (7 વર્ષ) રાધા (5 વર્ષ) અને ટીંકૂ ઉર્ફે પૂનમ (8 વર્ષ) સાથે જ ભીયારામની ભાણી માલી ઘરે રમી રહી હતી. બાળકો કોઠીમાં ઘુસ્યા ત્યારબાદ તેનું ઢાકણું નીચે પડી ગયું હતુ. તેની ઉંડાઈ 5 ફૂટ અને પહોળાઈ આશરે 3 ફૂટ છે. આ સંજોગોમાં બાળકો ઢાકણું ખોલી શકે તેવી સ્થિતિમાં ન હતા. આ ઘટના બની ત્યારે ઘરે કોઈ હાજર ન હતું, અન્યથા તે બચી ગયા હોત.

ભીયારામની પત્ની બે વાગે ખેતરથી ઘરે પરત આવ્યા હતા. બાળકો ક્યાંય દેખાયા ન હતા. થોડી તપાસ પણ કરી હતી. ત્યારબાદ તેમણે અનાજની કોઠી જોઈ હતી. તેમા પાંચ બાળકો બેભાન અવસ્થામાં પડ્યા હતા. માતાએ બૂમો પાડીને લોકોને બોલાયા હતા. ત્યારબાદ આ બાળકોને તેમાંથી કાઢ્યા હતા. જે મૃત હાલતમાં હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ આવી પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *