INDIA RAJESTHAN

હવે કંઈ રીતે દેશ સુરક્ષિત : ચોરી ની તપાસ નું બહાનું કાઢી ઘર માં ઘૂસીને પોલીસવાળા એજ મહિલા સાથે કર્યું દુષ્કર્મ અને પછી……

રાજસ્થાનના ચિતૌડગઢ જિલ્લામાં એક પોલીસકર્મી પર ચોરીના મુદ્દે તપાસના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. આરોપી ASI શ્યામલાલ ભેંસ ચોરીના એક કેસમાં તપાસના બહાને મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો. પકડાઈ જતા મહિલાના પરિવારજનોએ તેને ઝાડ સાથે બાંધીને માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. મહિલાની ફરિયાદ પર આરોપી પોલીસકર્મી વિરુદ્ધ છેડતી અને દુષ્કર્મનો કેસ દાખલ કરી દીધો છે. તેને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવામાં આવ્યા છે.

પીડિતાએ જણાવ્યું કે શનિવારે ઘરે આવેની પહેલાં આરોપીએ પોલીસકર્મીએ કાર્યવાહી માટે 5 હજાર રૂપિયા માગ્યા. મહિલાએ પૈસા આપવાની ના પાડી તો બીજા દિવસે સવારે આવવાની વાત કરી હતી. મહિલા મજૂરી કરે છે અને બપોરે ઘરે આવે છે.

સોમવારે બપોરે એક વાગે મહિલાએ ઘરે આવીને ASI શ્યામલાલને ફોન કર્યો જેથી તે નિવેદન લેવા આવી શકે. મહિલાના ફોન કર્યાના થોડી વારમાં જ શ્યામલાલ ત્યાં આવી ગયો હતો. તે સીધો મહિલાના રૂમમાં જઈને છેડતી શરૂ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન મહિલાના જેઠ ASIને શોધતા રૂમમાં પહોંચી ગયા હતા. તેમણે આરોપીને ખેંચીને બહાર કાઢ્યો હતો.

લોકોએ ASIને ઝાડ સાથે બાંધીને વીડિયો બનાવ્યો. જેમાં તે કરગરીને ખુલાસો કરતો પણ દેખાઈ રહ્યો છે. ભુખ-તરસ લાગતા તે કરગરતો પણ હતો. પરિવારે તેને બંધક રાખીને પીવાનું પાણી પણ આપ્યું હતું. પોલીસ આવી ત્યારે જ તેમને છોડ્યા હતા. પોલીસ સ્ટેશન આવ્યા પછી ASIએ અધિકારીઓને કહ્યું હતું કે, તેઓ વારંવાર બોલાવતા હતા તેથી જ તે તપાસ કરવા ગયો હતો. તેના પર ખોટા આરોપ લગાવીને તેને બંધક બનાવીને મારઝૂડ કરવામાં આવી હતી. અને તેના સંબંધીપણ હાજર હતા. આરોપીએ દુષ્કર્મના આરોપને પણ ખોટો ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *