SURAT

સુરતના એક પિતાએ 2 વર્ષના પુત્ર માટે ખરીદી ચંદ્ર પર જમીન, બનાવ્યો વિશ્વ રેકોર્ડ

અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકોએ ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના સુરતના વિજય કથીરિયાએ બે વર્ષના પુત્ર માટે ચાંદ પર એક એકર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. વિજય કથીરિયાએ 13 માર્ચે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગત રોજ જમીનની ખરીદીને મંજૂરી મળી ગઇ છે. ત્યારે સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ટ બન્યો છે. નિત્ય નામનો બાળક જમીન માલિક બન્યો છે. ઇન્ટરનેશનલ લેન્ડ રજિસ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાશે.

આ અગાઉ ભાવનગરના તળાજાના ગોપનાથ રોડ પર રહેતા અને અંલગમાં ઓઇલનો વેપાર કરતા યુવક જાવેદ ગીગાણીએ દાવો કર્યો હતો કે, તેમણે અમેરિકન કંપની મારફતે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. એક એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડર્સ નામની કંપનીએ 750 ડોલર(55,000) રૂપિયા ચૂકવ્યા હતા.

જમીન ખરીદનાર જાવેદ ગીગાણીએ કહ્યું હતું કે, સમાચાર માધ્યમ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપની દ્વારા ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. આથી ગુગલ સર્ચ કરતા એ કંપની અંગ માહિતી મળી હતી અને મેઇલ દ્વારા ત્રણેક મહિના માહિતીની આપ-લે કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વાસ આવતા જમીન ખરીદી છે. તેમણે જે જગ્યા પર જમીન ખરીદી હતી તેનું નામ સી ઓફ મસ્કવી એરિયાની જમીન છે.

રાજીવ સિવાય બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે ન્યૂયોર્ક સ્થિત લ્યૂનર રજીસ્ટ્રી દ્વારા નોંધણી કરવામાં આવે છે. શાહરૂખ અને સુશાંત સહિતના લોકો ચંદ્ર પર પોતાની માલિકી નોંધાવી શકતા નથી. ચંદ્ર પર જે કંપનીઓ જમીન વેચી રહી છે, તે કાયદેસર નથી.

અનેક એવી વેબસાઇટ છે, જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરી રહી છે. જો કે ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? ભારતે ‘ધ આઉટર સ્પેસ ટ્રીટી’ના નામે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિને અંતરિક્ષના કોઈ પણ ભાગમાં પોતાનો દાવો કરતા અટકાવે છે. ભારત સિવાય આ સમજૂતિ પર વિશ્વના 100 દેશોના હસ્તક્ષર છે. આ સમજૂતિ પ્રમાણે, આઉટર સ્પેશનો ઉપયોગ ગમે તે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે.

વાસ્તવમાં કોઈ વેબસાઈટ જમીન વેચી રહી નથી. આ વેબસાઈટ માત્ર ચંદ્ર પર જમીન વેચ્યાનું સર્ટિફિકેટ આપે છે. જેને કોઈપણ દેશની કાયદેસર માન્યતા નથી. આમ પણ કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે એમ હાલ તો સંભવ નથી. આ માત્ર એક શોખ અને ખુશી માટે કરાતું કામ છે, જેમાં માત્ર સર્ટિફિકેટ પર જમીન મળે છે, વાસ્તવમાં નહીં.

હાલ લોકોમાં ચંદ્ર પર જમીન ભેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે આ માત્ર ભેટ માટે છે. આ રીતે ઘણી કંપનીઓ તારાને તમારું નામ આપી તમને તેનું સર્ટિફિકેટ્સ પણ આપતી હોય છે. આ માત્ર ભેટ જ છે. ચંદ્ર પરની જમીન કે અન્ય અવકાશી વસ્તુ માટે પૈસા ખર્ચી તમે માત્ર સર્ટિફિકેટ મેળવી શકો છો, વાસ્તવમાં તો તમને કંઈજ મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *