INDIA SPORT

IPL ફેન્સ માટે ખુશ ખબર,હવે IPL માં નહિ હોય સોફ્ટ સિગ્નલ, થર્ડ અમ્પાયર જ નિર્ણય લેશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની સીઝન પહેલાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ જાહેર કર્યું છે કે, “ઓન-ફિલ્ડ અમ્પાયર્સ થર્ડ અમ્પાયરને ડિસિઝન રીફર કરતી વખતે સોફ્ટ સિગ્નલ આપી નહિ શકે.”

સુપર ઓવર ટાઈ મેચ સમાપ્ત થાય એ સમય મર્યાદાની એક કલાક પછીના ગાળામાં જ રમાઈ શકશે. આમ આનાથી ખાસ ફેર નહિ પડે, પરંતુ મેચ દરમિયાન સ્લો-ઓવર રેટ હોય તો બની શકે કે સુપર ઓવર ન રમાઈ અને બંને ટીમને સરખા પોઇન્ટ્સ વહેંચવામાં આવે. ગયા વર્ષે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચમાં 2 સુપર ઓવર થઈ હતી. નવા નિયમ મુજબ જો બીજી સુપર ઓવર પણ ટાઈ થઈ હોત તો ત્રીજી સુપર ઓવર ન રમાત કારણકે 1 કલાકનો સમય સમાપ્ત થઈ ગયો હોત.

T-20 સિરીઝની ચોથી મેચમાં ભારતીય ઈનિંગની 14મી ઓવર ઈંગ્લેન્ડનો સેમ કરન ફેંકી રહ્યો હતો. તે સમયે તેમની સામે સૂર્યકુમાર યાદવ હતા. સેમ કરનના એક બોલ પર સૂર્યકુમારે સ્કૂપ શોટ રમ્યો જો ડીપ ફાઈન લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ડેવિડ મલાન પાસે ગયો. મલાને કેચ પકડી લીધો. જો કે મલાને પકડેલો આ કેચ જમીનને અડકી ગયો હતો. તેમ છતાં ડેવિડ મલાને કેચની અપીલ કરી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

થર્ડ અમ્પાયરે કહ્યું પુરતા પુરાવા ન મળ્યા થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ સૂર્યકુમારના કહેવાતા કેચનો વીડિયો વારંવાર જોયો. રીપ્લે જોવાથી ખ્યાલ આવ્યો કે ડેવિડ મલાને જ્યારે કેચ પકડ્યો ત્યારે બોલ જમીનને અડકી રહ્યો હતો. તેમ છતાં અમ્પાયરે સફાઈથી કેચ પકડ્યો તેના કોઈ જ પુરાવા ન મળ્યા. થર્ડ અમ્પાયરે વીરેન્દ્ર શર્માનું માનવું છે કે કેચ ડ્રોપ થવાના કનક્લૂઝિવ એવિડન્સ (પુરાતા પુરાવા) નથી. તેથી ત્રીજા અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જ જાહેર કર્યો.

મેચ દરમિયાન કોઈ ફિલ્ડર એવો કેચ પકડે છે કે જેમાં તે વાત સ્પષ્ટ નથી કે તેને આ કેચ સફાઈથી લીધો છે કે નહીં. એવામાં ગ્રાઉન્ડ અમ્પાયર તે કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. જો કે ત્રીજા અમ્પાયરથી પહેલાં ગ્રાઉન્ડ અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથી અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય છે. ક્રિકેટની ભાષામાં તેને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે.

થર્ડ અમ્પાયરને શંકાસ્પદ કેચના નિર્ણયને રેફર કરવાના મામલામાં ICCના નિયમ કહે છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલને ત્યારે ફેરવી શકાય છે જ્યારે રિપ્લેમાં તે માટે પર્યાપ્ત પુરાવા મળે. એટલે રિપ્લેથી સ્પષ્ટ થાય છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને જે લાગી રહ્યું છે તે ખોટું છે. એટલે જો ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટને સોફ્ટ સિગ્નલ આપ્યું છે તો ટીવી અમ્પાયર ત્યારે જ નોટઆઉટ આપી શકે છે જ્યારે રિપ્લેથી સ્પષ્ટ થાય કે બેટ્સમેન નોટઆઉટ જ છે. સૂર્યકુમારના મામલામે તે સ્પષ્ટ થતું ન હતું કે કેચ ડ્રોપ થયો છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *