SURAT

સુરત માં તંત્ર એ લીધો મોટો નિર્ણય,હવે એક સાથે 4 લોકો બહાર નીકળ્યા તો…

સુરતમાં કાલથી 4થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.

હા પણ એક વાત છે કે કોરોના સંક્રમણ રોકવા માટે સૂરતીઓએ પણ તંત્રને સાથ આપ્યો હતો. તંત્ર દ્વારા કરાયેલી સૂચનાનું સુરતીઓ દ્વારા પાલન કરાયું હતું. સુરતમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સુરત મનપા કમિશનરે લોકોને ધુળેટી ન રમવા અપીલ કરી હતી. સુરતમાં રોડ રસ્તા અને શેરીઓ સુમસામ જોવા મળી હતી.

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ છે. કોરોનાને કારણે હોમ ક્વોરન્ટાઇનની સંખ્યા વધી રહી છે. 1 માર્ચે 4395 લોકો હોમ ક્વોરન્ટાઇન હતા. સુરતમાં 28 માર્ચના 28,863 લોકો હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. રોજબરોજ આંકડાઓ વધતા જાય છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *