GUJARAT

ધન્યધરા ગુજરાતને મળી વધુ એક મોટી ભેટ-જાણીને તમે પણ ખુશ થઈ જશો

સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31મી માર્ચે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.

આ ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે.

આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ચાર મહિના પહેલા પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *