GUJARAT

સાવધાન: આ તરીખોમાં રાજ્યમાં હિટવેવની અંબાલાલ પટેલની મોટી આગાહી અને પછી કમોસમી વરસાદ

7 એપ્રિલ સુધીમાં રાજસ્થાનમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે. 10થી 20 એપ્રિલ સુધીમાં ગરમીનો પ્રકોપ વધશે.અંબાલાલે જણાવ્યું હતુ કે, 7 એપ્રિલ સુધીમાં કચ્છ, રાજસ્થાન ગલ્ફ, પાક.ના ભાગોમાંથી ધૂળ આવશે.

16થી 20 એપ્રિલ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેશે. 10થી 16 એપ્રિલ સુધીમાં ભારે ગરમી પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડશે

ઉત્તર-મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી રહેશે,સમી, હારીજ, પાટણના ભાગોમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે,વડોદરા, આણંદમાં પણ ભારે ગરમી પડશે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડશે,16થી 20 એપ્રિલમાં ઉ.પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતા,રાજ્યમાં ધૂળભરી આંધી, કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના ,દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેશે,7 એપ્રિલ સુધીમાં રાજસ્થાનમાં પણ હવામાન પલટાવાની શક્યતા,10થી 20 એપ્રિલ સુધીમાં ગરમીનો પ્રકોપ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *