GUJARAT

હદય કંપાવી નાખનાર કિસ્સો: અંતિમ સમયે દીકરી તેના પિતાનું મોઢું પણ ન જોઈ શકી-ઘટના જોઈ આખું ગુજરાત રડ્યું

ભરૂચમાં એક પિતાનું મોત અને તેની દિકરીનું રૂદન જોઈ લોકોની આંખમા આંસૂ આવ્યા છે. ભરૂચમાં એક દિકરી પોતાના પિતાને દોઢ વર્ષ બાદ મળવા પહોંચી ત્યારે તેને મનમાં એક વાર પણ વિચાર આવ્યો નહીં હોય કે, તેને પોતાના પિતાનો ચહેરો જોવા પણ મળશે નહીં.

કોરોનાના કારણે આ દિકરી છેલ્લા દોઢ વર્ષથી પોતાના પરિવાર પાસે આવી શકી નહોતી. પરંતુ જ્યારે આવી ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તેમના પિતાને કોરોના થયો છે. અને તેમની હાલત નાજૂક છે. દિકરી આ હાલતમાં પણ પોતાના પિતાને મળવા માગતી હતી. પરંતુ દિકરી મળી શકે તે, પહેલા જ પિતાનું નિધન થઈ ગયું હતું.

62 વર્ષના કમલભાઈ અને તેમના પત્નીને કોરોના થયો હતો. સારવાર માટે બંને વ્યક્તિ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. પરંતુ કમલભાઈની હાલતમાં કોઈ ફરક પડી રહ્યો નહોતો. કોરોનાની સામે કમલ કિશોર મુંદ્રા હારી ગયા હતા. અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ભરૂચના કમલ કિશોર મુદ્રાંની દિકરીનું નામ નેહા છે. લગ્ન બાદ 32 વર્ષની નેહાના નાગપુર ખાતે રહેતી હતી. અને દોઢ વર્ષથી નેહા કોરોનાના કારણે ઘરે આવી શકી નહોતી. તો થોડા સમય અગાઉ પિતાની તબિયત વિશે નેહાને જાણ થઈ હતી. પણ જ્યારે નેહા ભરૂચ પહોંચી ત્યારનું દ્રશ્ય કૈક હતું. નેહાના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. અને કોરોનાના કારણે મૃત્યુ થયુ હોવાથી મળી શકાયું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *