Rashifal

આજે મંગળવાર આ રાશિ ના લોકો પર ખોડીયાર મની કૃપા રહેશે – જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષઃ- આજે તમને કોઇ વિશેષ કાર્યની મહેનતનું પૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. સારા પરિણામ માટે તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવાનો વિચાર કરશો. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઇની સાથે ચર્ચા ન કરો. પાડોશીઓ સાથે કોઇ વાતને લઇને વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

વૃષભઃ- જો તમે ભવિષ્યને લગતી કોઇ યોજના બનાવી રહ્યા છો તો તેના દરેક સ્તર અંગે વિચાર કરો. ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ એકાગ્ર રહેશે. આજે કોઇપણ પ્રકારની યાત્રાની યોજના ન બનાવો. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે કોઇપણ પ્રકારનો ખતરો ન ઉઠાવશો.

મિથુનઃ- કોઇ સમારોહમાં નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. એકબીજાને મળવાથી સુખ પ્રાપ્ત થશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. જે કાર્ય છેલ્લા થોડા સમયથી શરૂ કરવાનું વિચારી રહ્યા છો તેના માટે આજે સમય સારો છે. આજે બપોર પછી તણાવ રહી શકે છે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં. તેઓ તમારા વિરોધીઓ બની શકે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

કર્કઃ- તમે તમારા દૈનિક કાર્ય શાંતિ અને યોગ્ય રીતે પૂર્ણ કરશો. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવવાની પણ સંભાવના છે. કોઇપણ યાત્રા કષ્ટકારી રહી શકે છે. દઢ ઇચ્છા શક્તિમાં થોડો ઘટાડો આવી શકે છે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમેય તમે એકલતાનો અનુભવ કરશો. પરિસ્થિતિઓથી ભાગવાની જગ્યાએ તેનો સામનો કરતાં શીખો.

સિંહઃ- બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. વડીલોના આશીર્વાદ અને કૃપા બની રહેશે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે. બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને કોઇ ચિંતા દૂર થશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. નહીંતર કોઇ તમારો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ મુશ્કેલીમાં પડવા કરતાં સારું છે કે ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *