GUJARAT SURAT

વધતા કોરોનાના પ્રકોપે સુરતના આ ધારાસભ્ય એ 48 કલાકમાં ઉભી કરી દીધી 100 બેડની હોસ્પિટલ, એટલું જ નહીં…

ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના 100થી વધુ મિત્રો સહભાગી બન્યા છે. એટલું જ નહીં, આગામી 72 કલાકમાં શહેરના નાગરિકો માટે 200 બેડનું સેન્ટર શરૂ કરવાના સંકલ્પ સાથે નિર્માણકાર્યને આગળ વધારી રહ્યા હોવાનું જણાવ્યું છે,કોરોનાનો દર્દી હોવાનું કહેતાં જ સિવિલ લઈ જવાનું કહી દેવાય છે. આવા કપરા સમયમાં એક લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી બને છે,

જેને લઈ એકપણ કોરોના પોઝિટિવ દર્દી સારવારને લઈને અટવાય નહીં એ બીડું ઉપાડ્યું છે. મને વિશ્વાસ છે મારા આ કાર્યમાં તમામ સહભાગી થશે.સુરત સહિત આખા ગુજરાતમાં કોરોના વધતા કેસોને લઈ મજૂરાના ધારાસભ્યએ માત્ર 48 કલાકમાં જ ફરી 100 બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઊભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું છે.

તાત્કાલિક કોવિડ કેર સેન્ટર નિર્માણકાર્યમાં જોડાઈ ગયા હતા.હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે હું નહીં, તમામ સુરતીઓ જાણે છે કે આજે ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયાં છે. 108ને ગેટ પર જ અટકાવી દેવાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર 12 કલાકમાં સૌ કાર્યકર્તા, મિત્રો અને કોર્પોરેટરને મદદની પુકાર લગાડતા દોડી આવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે આરોગ્ય કમિશનરની મજૂરી બાદ રેમડેસિવિર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે.

આજે સાંજ સુધી 100 બેડ સંપૂર્ણ ઓક્સિજન લાઈન સાથે તૈયાર કરી ખુલ્લી મૂકવાની આશા છે અને ગુરુવાર સાંજ સુધી 200 બેડ તૈયાર કરી દેવાનો સંકલ્પ લીધો છે. લગભગ આજથી કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવાનું ચાલુ કરીશું.ટોટલ 72 લોકોની મદદથી જ 12 કલાક મેડિકલ ટીમ ઊભી કરી આ સેવાકીય કામગીરીને સફળ બનાવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *