GUJARAT INDIA

રૂપાણીના દીકરાના લગ્ન હોવાથી રાજ્યમાં નથી લદાયું લોકડાઉન? આ અંગે રૂપાણીએ કહ્યું કે…

ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. હાઇકોર્ટ 3-4 દિવસના લોકડાઉનની ભલામણ કરી હોવા છતાં રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયા પર એવી વતો વહેતી થઇ હતી કે મે મહિનામાં વિજય રૂપાણીના દિકરાના લગ્ન હોવાથી તેમણે લોકડાઉનનો નિર્ણય કર્યો નથી.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.’

આ અંગે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની વાત થઇ રહી છે. ત્યારે ગઈકાલે સાંજે મુખ્યંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુક્યું હતું. વિજય રુપાણીના ટ્વિટ બાદ તેમના દિકરાના લગ્નની વાત અફવા સાબિત થઇ છે.

રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બુધવારે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *