GUJARAT

રાજ્યના એસટી વિભાગ દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો

એસટી ડિવિઝન દ્વારા સાંજે 7 વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંક્રમણને કાબુમાં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય ના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત માં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ માં વધારો જોવા મળી રહ્યો છે.

રાત્રે ઉપડતી લાંબા રૂટની કુલ 62 એક્સપ્રેસ બસ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.જેમાં આજ રાત્રિથી એસટી (ST) ડિવિઝન દ્વારા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર ડિવિઝનના 8 ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે.લાખો રૂપિયાની ખોટ છતાં ગુજરાતના આ શહેરમાં આઠ દિવસનું આપ્યું લોકડાઉન

જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જે રૂટની રાત્રિ એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે એવા સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દિવ, હળવદ, ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, માતાના મઢ સહિતના રૂટની બસ બંધ રહેશે, આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે અને કરર્ફ્યૂ ના સમય દરમ્યાન 62 જેટલા રૂટની બસ બંધ રહેશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *