GUJARAT

સુરત સિવિલના આ દ્રશ્યો તમારા રુવાંટા ઉભા કરી દેશે, જુઓ તસ્વીરો

સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલું મહત્વનું શહેર છે. સોનગઢ, વ્યારા, વાલોડ, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ચીખલીના લોકો નોકરી, ખરીદી કે ધંધા માટે સુરત અવરજવર કરતાં હોય છે. તેમને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, હાલમાં અગત્યના કામ સિવાય સુરત આવવું હિતાવહ નથી. અગત્યનું કામ પણ ઇમરજન્સી એટલે કે સારવારનું જ હોય તો આવવું.

સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ-19 સિવાયની તમામ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત ઇમરજન્સી હોય તેવા દર્દીઓની જ તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે છે. રાજ્ય સરકારે પણ સિવિલમાં કોવિડ સિવાયની તમામ ઓપીડી બંધ કરવાનો મેસેજ સતાધીશોને મોકલી આપ્યો છે.

સુરત શહેર અને જિલ્લાના તેમજ તાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ જિલ્લામાંથી સુરત તરફ આવતા લોકો ઇમરજન્સી કામ વગર આવવાનો ટાળે એ પ્રકારની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેથી કરીને સુરત શહેરમાં જે પ્રકારનું સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે તેને કંઈક અંશે અંકુશમાં લાવી શકાય છે. સુરત શહેરમાં આવતા બહારથી અન્ય જિલ્લાના લોકો પણ સંક્રમિત હોવાથી સંક્રમણનું સંકટ ઊભું કરી શકે છે.

રેસિડેન્ટ ડોકટરોએ પણ રજૂઆત કરી હતી કે ઓપીડીમાં કામનું ભારણ સતત વધી રહ્યું છે. તેના કારણે દર્દીઓને સારવાર આપવી પણ મુશ્કેલ થઈ રહી છે એક તરફ કોરોનાના દર્દીઓમાં મોટાભાગનો સ્ટાફ કામે લાગ્યો છે. બીજી તરફ ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *