GUJARAT SURAT

સુરત માં ઈન્જેકશન ની માંગ વધી:ભાજપ કાર્યાલય ની બહાર ઈન્જેકશન લેવા દોઢ કિલો મીટર ની લાઈન

સુરત માં કોરોના એ વેગ પકડ્યો છે જે આપણને ખબર જ છે પણ સુરત માં ધીમે ધીમે બધી અછત સર્જવા મંડી છે જે પૈકી રેમળેસીવીર ઇન્જેક્શન અને રેપિડ ટેસ્ટ ની કીટો પણ ખુટી ગઈ છે

આ માહોલ વચ્ચે ભાજપ ના પ્રદેશ પ્રમુખ cr પાટીલ એ સુરત ને 2500 રેમળેસીવીર ઇન્જેક્શન આપવાનું કહ્યું હતું ત્યાર બાદ તે ઈન્જેકશન એ ભાજપ ના કાર્ય લઇ પરથી લઇ શકાશે એવું કીધું હતું આથી કાલે વહેલી સવાર થી ઉધાન કાર્યાલય ખાતે ઇન્જેક્શન નું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું

સુરતમાં ઈન્જેકશનની અછત દૂર કરવા માટે ભાજપા દ્વારા વિનામૂલ્યે 5,000 ઈન્જેકશન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયની સાથે જ આજથી ભાજપના ઉધના ખાતેના કાર્યાલય પરથી સવારે 10:30 થી વિતરણ શરૂ કરાયું હતું. જેમાં એક કોરોનાના પેશન્ટને એક ઈન્જેકશન આપવાનું નક્કી કરાયું હતું. જેમાં ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવા હોય છે. તેમાં પણ 9 અને 10 એપ્રિલના ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રાખ્યા હતા.

આજે સવારે કાર્યાલય પરથી વિતરણ શરૂ થતાં જોત જોતાંમાં રેમડેસિવિર ઈન્જેકશન લેવા લોકોની મોટી લાઇન થઈ ગઈ હતી. એકથી દોઢ કિલોમીટર લાઇનમાં લોકો તાપ તડકામાં લાઇનમાં ઊભા રહ્યા હતા. તેના પરથી જ અંદાજ આવે છે કે શહેરમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક નહિ પરંતુ બેકાબૂ બની છે. આવી પરિસ્થિતિ હોવા છતા લોકો જરા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *