GUJARAT

જૂનાગઢના ભરતી બાપુ બ્રહ્મલીન થયા, PM-CM સહિતના રાજકીય લોકોએ દુઃખ વ્યક્ત કર્યું-ઓમ શાંતિ લખીએ

ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયા છે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે.

મહામંડલેશ્વર 1008 ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દુઃખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ભારતી બાપુની સાથે અમારે છેલ્લાં 50 વર્ષથી અખંડ સંબંધો રહેલા છે. આપણે સૌ કોઈ તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ અને જન સમાજની સેવા કરવામાં વધુ ને વધુ જોડાઈએ આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને વધુ ને વધુ શાંતિ અર્પે.

ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા.

ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. અહીં દર્દીઓને મફતમાં સારવાર તેમજ દવાઓ પણ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં મદદરૂમ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *