GUJARAT SURAT

મુશ્કેલી વધી : સુરત સિવિલ માં દર્દી ના સબંધી એ માર મારતા ડોકટરો ની હડતાલ

સિવિલમાં સારવાર લેવા આવેલા એક દર્દીના પરિવારમાંથી કોઈનું મોત થયું હતું. જેને લઇને પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરના વ્યવસ્થાને લઈને અપશબ્દો કહી માર મારવાની ધમકી આપી હતી. તમે ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં શું કામ કરો છો. સારવાર કરવાને બદલે દર્દીઓને મોત આપો છો એ પ્રકારનો ગુસ્સો ઠાલવી હુમલો હતો.

દર્દીના સંબંધીએ ડોક્ટરોની કામગીરીને લઇને રોષ ભભૂકતા ડોક્ટર ધર્મેશ ચૌહાણ સાથે અશોભનીય વર્તન કર્યું હતું.જેને લઇને રેસિડન્ટ ડોક્ટરો MICU ગેટ ઉપર સિક્યુરિટીના મુદ્દાને લઈને ધરણા પર બેસી ગયા છે. જ્યાં સુધી તેમને મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.સાથે જ ન્યાય અને સુરક્ષા આપવામાં આવે તેવી પણ તબીબો દ્વારા માંગ કરી છે. હુમલાને પગલે નિરાકરણ આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે.

સિવિલમાં સારવાર લેવા આવેલા એક દર્દીના પરિવારમાંથી કોઈનું મોત થયું હતું. જેને લઇને પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરના વ્યવસ્થાને લઈને અપશબ્દો કહી માર મારવાની ધમકી આપી હતી. તમે ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં શું કામ કરો છો. દર્દીઓની સારવાર કરવાને બદલે દર્દીઓને મોત આપો છો એ પ્રકારનો ગુસ્સો ઠાલવી હુમલો હતો. દર્દીના સંબંધીએ ડોક્ટરોની કામગીરીને લઇને રોષ ભભૂકતા ડોક્ટર ધર્મેશ ચૌહાણ સાથે અશોભનીય વર્તન કર્યું હતું.

જૂની સિવિલના બોર્ડમાં દર્દીના સંબંધી દ્વારા ડોક્ટર સાથે કરવામાં આવેલા ગેરવર્તણૂકને લઈને તમામ ડોક્ટરો એકત્રિત થઈ ગયા હતાં કે, પોતાની કોવિડ સમયની દરમિયાનની મુશ્કેલ સ્થિતિ અંગે પણ વાત કરી હતી.છેલ્લા એક વર્ષથી કામનું સતત ભારણ વધી રહ્યું છે. દર્દીના સંબંધીઓને સતત ડોક્ટર સાથે ઘર્ષણ કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો યોગ્ય ના હોય કે અન્ય કોઈપણ સુવિધા ન હોય તો તેના માટે તેના સંબંધીઓ સીધા ડોક્ટરને ટાર્ગેટ કરે છે. અને તેના કારણે ડોક્ટરો મા એક પ્રકારનો ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.

ડોક્ટર અને દર્દીના સંબંધીઓ સાથે થયેલી માથાકૂટમાં સિવિલ હોસ્પિટલની કામગીરી ખોરંભે પડી છે. એક તરફ કોરોના સંક્રમણના દર્દીઓનો સતત ઘસારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ડોક્ટરો એકત્રિત થઈને તેમની પોતાની સિક્યુરિટીને લઈને પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ડોક્ટર હોય દર્દીના સંબંધીઓને વોર્ડ સુધીના આવવા માટે પણ રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *