GUJARAT

“પપ્પા,હું બપોરે ઘરે જમવા આવીશ” આવું કહી ને ડ્યુટી પર ગયા હતા પોલીસ કર્મી તો રસ્તા માજ ….

પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ ચાવડા સવારે બાઈક લઇને ઘરેથી નીકળ્યા હતા. એ દરમિયાન કડીથી મેંડા આદરાજ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે એક કૂતરું આડું આવ્યું હતું.’પપ્પા, બપોરે જમવા આવીશ’ કહી પોલીસકર્મી પુત્ર ઘરેથી બાઈક લઇને નીકળ્યો અને થોડી જ ક્ષણોમાં તેનો અકસ્માત થયાના સમાચાર પિતાને મળતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પિતા ઘટનાસ્થળે પહોંચતાં પુત્ર લોહીલુહાણ હાલતમાં હતો. તેઓ પોતાના વહાલસોયા દીકરાને બચાવવા હોસ્પિટલ લઇ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવાર પર આભ ફાટ્યું છે.

પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા ડ્યૂટી પર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડું આવતાં તેનો જીવ બચાવવા જતાં બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસકર્મી કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન બાઈક પરથી કાબૂ ગુમાવતાં એ ડિવાઇડર સાથે અથડાયું હતું. ડિવાઈડર સાથે અથડાતાં પોલીસકર્મીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માત થયો તેની થોડી મિનિટો પહેલાં જ કલ્પેશભાઈ ચાવડાએ ઘરેથી નીકળતાં પહેલાં પિતાને કહ્યું હતું કે ટ્રાફિકની કામગીરી પૂરી કરીને બપોરે જમવા માટે ઘરે આવીશ.જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા પોલીસ ખાતામાં 2011થી ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાકાળમાં પણ તેમણે ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. આજે પણ તેઓ ઘરેથી ફરજ નિભાવવા માટે નીકળ્યા હતા. જોકે રસ્તામાં તેમને કાળ ભેટી ગયો હતો.

દીકરાના અકસ્માતના સમાચાર સાંભળતાં જ પિતા જીવણભાઈ ચાવડા સહિતનાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા તો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો. પિતાએ સમય વેડફ્યા વગર 108ને કોલ કર્યો ત્યાં જ મહોલ્લામાંથી કોઇ કાર લઇને આવ્યું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસકર્મી કલ્પેશભાઈને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *