GUJARAT INDIA

ગુજરાત માં આટલી જગ્યા ઓ પર અઠવાડિયા સુધી નું લોકડાઉન,બપોર ના 1 વાગયા પછી બધી દુકાનો બંધ

રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં વધતાં જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં વેપારીઓએ સ્વયંભૂ નિર્ણય કરી આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. જેમાં આજથી એક અઠવાડિયા સુધી બપોરે 1 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. આજે તમામ વેપારીઓએ એક વાગ્યા બાદ દુકાનો બંધ રાખી હતી. જ્યારે આટકોટ ગામે આજે તમામ લોકો સ્વયંભૂ લોકડાઉનમાં જોડાતા રસ્તાઓ સૂમસામ ભાસ્યા હતા.

રાજકોટ જિલ્લામાં જસદણ-વીંછીયા, ધોરાજી, જેતપુર અને ગોંડલ વિસ્તારમાં સતત કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારે લોકડાઉન અંગે મનાય ફરમાવી સ્વયંભૂ લોકડાઉન કરે તો વાંધો નહીં તે પ્રકારનો નિર્ણય જાહેર કરતા વધુ એક તાલુકામાં આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

વીંછિયા તાલુકામાં વેપારીઓએ સાથે મળી સંક્રમણ અટકાવવા અને ગામડાઓને સુરક્ષિત રાખવા એક સપ્તાહ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. આજથી એક સપ્તાહ સુધી વેપારીઓ બપોરના 1 વાગ્યા સુધી ધંધો-રોજગાર કરી બાદમાં 1 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ પાળી આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે અને તેમાં લોકો અને વેપારીઓ સહભાગી બની આંશિક લોકડાઉનને સફળ બનાવી રહ્યાં છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આટકોટમાં રવિવારે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. આટકોટના વેપારીઓ દ્વારા આજે રવિવારે સવારથી જસદણ રોડ, જસદણ ટી પોઈન્ટ મેઈન બજારમાં, હાઈસ્કૂલ રોડ, પંચાયત રોડ સહિતના વિવિધ વિસ્તારો બંધ રાખવામાં આવ્યા છે. નાની-મોટી તમામ દુકાન બંધ રાખવામાં આવી છે. ગામના લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારથી બપોરે બે વાગ્યા પછી તમામ દુકાન બંધ રાખવામાં આવશે. જે એક અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *