GUJARAT VADODARA

CM રૂપાણી એ આ શહેરના મેયર સાથે કરી બેઠક અને કીધું…..

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીડિયો-કોન્ફરન્સ બાદ મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે વડોદરાની પરિસ્થિતિ અત્યંત નાજુક છે.આ બેઠક દરમિયાન વડોદરા શહેરના મેયર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદારો તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં કોવિડને લગતા પ્રશ્નો અંગે ચર્ચાવિચારણા કરીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે હાઇકોર્ટની સૂચના બાદ મુખ્યમંત્રીએ વડોદરાની હોસ્પિટલોની પરિસ્થિતિની માહિતી મેળવી છે. વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો છે.

રેમડેસિવિર ઇન્જેક્શનના ડિમાન્ડ-સપ્લાઇની વ્યવસ્થા ખોરવાઇ છે, પરંતુ ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે ફેલાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને વિવિધ મુદ્દાઓને લઈને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે, નગરજનોને અપીલ છે કે નિયમોનું પાલન કરે.

આગામી 10 દિવસમાં વધુ 1300 સરકારી બેડ ઊભાં થશે. કોમ્યુનિટી સ્પ્રેડમાં એકથી વધુ કેસો આવતા હોઈ, પરિણામે બેડની સંખ્યામાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત પ્રમાણે નિયુક્તિ કરવા સત્તા આપી છે. 5000 રેમડેસિવિર ઇન્જેક્શન વડોદરાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં છે .મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે હાલ રાત્રિ કર્ફ્યૂનું કડકાઇથી અમલ કરાશે. ભીડભાડવાળાં સ્થળોએ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સખત પગલાં ભરશે. હાથીખાના, મંગળબજાર જેવાં ભીડભાડવાળાં બજારોમાં વેપારી મંડળ સાથે મીટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાનગી ઓફિસ, વ્યવસાય, ઉદ્યોગોમાં 50% કર્મચારી થકી કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અને વડોદરાની પરિસ્થિતિ સારી છે. વડોદરા શહેર-જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશનની ડિમાન્ડ-સપ્લાઇ​​​ની ચેન તૂટી છે, જેને કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે .ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.વધુમાં મેયરે જણાવ્યું હતું કે લોકોમાં રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ગેરસમજ ઊભી થઈ છે. દર્દી તથા તેમના સગાંસંબંધીઓ પોતે જ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસિવિર ઇન્જેક્શનની માગ કરી રહ્યાં છે. ખરેખર ડોક્ટરની સલાહ મુજબ એ અનિવાર્ય છે તેમજ ડોક્ટરોને પણ બિનજરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન અંગે પ્રિસ્ક્રિપ્શન ન લખવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *