Uncategorized

હોસ્પિટલની ભયજનક બેદરકારી, બે-બે દિવસ પડી રહેલા મૃતદેહની આંખો કીડી કોતરીને ખાઈ ગઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. એમાં બે-બે દિવસથી પડેલા મૃતદેહને જ્યારે સ્મશાનમાં લાવવામાં આવ્યો ત્યારે એની આંખો ઉપર કીડીઓ ફરી રહી હતી. એટલું જ નહીં, આ કીડીઓએ મૃતદેહની આંખો પણ કોતરી ખાધી હતી, મરેલા માણસોની પણ સાચવણી થતી નથી.

અત્યારસુધી તો માત્ર સારવાર નથી મળતી, ઇન્જેક્શન નથી મળતાં, સુવિધાનો અભાવ છે, ગંદકી છે એવું જ સામે આવ્યું હતું, પરંતુ રિયાલિટી ચેકમાં સિવિલમાં મૃતદેહની સાચવણી પણ નથી થતી એવો ઘટસ્ફોટ થયો છે. કોરોનાએ લોકોનાં જીવન તો બદલી નાખ્યાં છે, પરંતુ મૃત્યુ બાદની વિધિઓમાં પણ વિઘ્ન ઊભા કર્યા છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

હિંદુ સંસ્કૃતિ મુજબ વિધિ ન કરી શકતો પરિવાર કચવાટમાં સ્વજનના મૃતદેહની રાહ જોતા પીડાતો રહે છે અને કલાકોની રાહ બાદ અંતિમવિધિ પહેલાં મજબૂર બનીને ટેલિફોનિક બેસણા કરવા પડે છે. લોકોનો આક્રોશ તો એ છે કે તમારે જે છુપાવવું હોય એ છુપાવો પણ મૃતદેહ તો અમને સમયસર આપી દો.

નવલનગરમાં રહેતા રાજેશભાઇ બરનવાલ, તેના પિતા રાધેશ્યામભાઇ સહિતનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો. રાધેશ્યામભાઈને કોવિડ સેન્ટરમાં શિફ્ટ કરાયા બાદમાં સોમવારે ક્વોરન્ટીન પિરિયડ પૂરો થતાં તેમનો પૌત્ર ત્યાં ગયો. રજિસ્ટરમાં તેઓ દાખલ હોવાનું જણાતું હતું, પરંતુ સ્ટાફે રાધેશ્યામભાઇ હોસ્પિટલમાં નથી એવું કહ્યું હતું. ખૂબ દોડધામ ચાલી અંતે પરિવારે પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી ત્યારે સ્ટાફે રાધેશ્યામભાઇ દાખલ હોવાની વાતો કરી હતી.

જોકે પરિવારે ચહેરો બતાવવાનું કહેતાં બાદમાં તેના પૌત્ર અંકિતને લઇ જવાયો અને દાદાનાં અંતિમ દર્શન કરાવ્યાં, આખો દિવસ દર્દી દાખલ હોવાનું રટણ કરતા સ્ટાફે કલાકો બાદ મૃતદેહ બતાવ્યો. જો દર્દીનું મૃત્યુ થયું હતું તો દાખલ જ નથી તેવી વાતો શા માટે કરી, સવાલ ઊઠ્યો છે.

One Reply to “હોસ્પિટલની ભયજનક બેદરકારી, બે-બે દિવસ પડી રહેલા મૃતદેહની આંખો કીડી કોતરીને ખાઈ ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *