GUJARAT SURAT

સુરત સિવિલ માં ગોલમાલ: જે લોકો દાખલ નથી એને ઈન્જેકશન આપે છે અને જે દાખલ છે એને મારવા છોડી દે છે…

સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરની જવાબદારી હાલ ઇન્ચાર્જ RMOની ટીમ સાંભળી રહી છે. એમની સાથે સ્ટોરમાં સ્ટોર ઇન્ચાર્જ પણ હોય છે. એમની ઉપર ડોક્ટરના આદેશ આવતા હોય છે. પરંતુ સ્ટોરની અને કોને કેટલી દવા ઇન્જેક્શન આપવા એ તો આરએમઓ કરી રહ્યા છે.સિવિલ હોસ્પિટલના એક અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, પહેલી વાત એ છે કે, રેમડેસિવિર ઇન્જેક્શન ઈન્ડોર એટલે કે દાખલ દર્દીઓને આપવાના હોય છે. બીજું કે જે તે વિભાગના ડોક્ટરોએ ઓન પેપર દર્દીના તમામ રેકોર્ડ સાથે સ્ટોરમાંથી ઇન્જેક્શન માગવાના હોય છે.

આવા સંજોગો આ એક ગંભીર મુદ્દો બની ગયો છે કે, વોર્ડમાં દાખલ ન હોવા છતાં એમના નામ રેમડેસિવિર ઇન્જેક્શન અપાયા હોવાના મેડિકલ સ્ટોરના રજીસ્ટ્રેશનમાં બતાવાયા છે.
ત્યારે શહેરની સાથે રાજ્યભરમાં ગંભીર દર્દીઓમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં વધારો થયો છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલનો સ્ટોર રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને વિવાદમાં આવ્યો છે.કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલમાં અપાયેલા રેમડેસિવિર ઇન્જેક્શનની મેડિકલ સ્ટોરની યાદીના દર્દીઓની વોર્ડમાં કોઈ રજીસ્ટર એન્ટ્રી ન મળતા ઈન્જેક્શન કોને અપાયા તેને લઈને સવાલો ઉભા થયા છે. જેથી સિવિલના સુપ્રિટેન્ડેન્ટએ ગંભીર બાબત ગણાવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલના રેઢિયાળ કારભારનો અનુભવ લીધા બાદ ભગવાન જ બચાવે એમ કહી શકાય. મારા સસરાને રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા છે કે, નહીં એ તો ડોક્ટરોએ કહ્યું નથી. પણ એમને બ્રેઇન સ્ટોકની બીમારી છે. જો આપ્યા હોત તો ડોક્ટરોએ જાણ કરી ને જ આપ્યા હોત અને કોઈ કોમ્લિકેશન ઉભા થયા હોત,

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *