SPORT

કાલની મેચમાં ગુજરાતનો ચેતન સાકરીયા જલક્યો, આપ્યું જોરદાર પરફોર્મન્સ-કૉમેન્ટ કરી પ્રોત્સાહન આપીએ

ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ લીગમાં પોતાની પહેલી મેચમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે મયંક અગ્રવાલને વિકેટકીપર સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવીને લીગમાં પોતાની પહેલી વિકેટ ઝડપી છે. અગ્રવાલે 9 બોલમાં 2 ફોરની મદદથી 14 રન કર્યા હતા

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2021ની ચોથી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમમાં શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન અને રિલે મેરેડીથ ડેબ્યુ કરી રહ્યા છે.

જોસ બટલરે 13 બોલમાં 5 ફોરની મદદથી 25 રન કર્યા હતા. તે રિચાર્ડસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. રાજસ્થાનની ઇનિંગ્સની પાંચમી ઓવરના પ્રથમ ચાર બોલમાં જોસ બટલરે ચાર ફોર મારી. રિલે મેરેડીથની આ લીગમાં પહેલી ઓવર હતી. બટલરે તેને લીગમાં બોલર્સ માટે બોલિંગ કરવી કેટલી અઘરી છે તે સમજાવી દીધું છે.

બેન સ્ટોક્સ શૂન્ય રને મોહમ્મદ શમી દ્વારા કોટ એન્ડ બોલ્ડ થયો હતો. તે ત્રણ બોલ રમીને પેવેલિયન ભેગો થયો હતો. તે પછી સ્ટોક્સનો સાથીઓપનર મનન વોહરા 12 રને અર્શદીપ સિંહની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *